
રાજ્યસભામાં પર્યાવરણ રાજ્ય મંત્રીનો જવાબ.AQI અને ફેફસાની બીમારી વચ્ચે કોઈ સીધા સંબંધ નથી.આ જાણકારી પર્યાવરણ રાજ્ય મંત્રી કિર્તિ વર્ધન સિંહે ભાજપ સાંસદ લક્ષ્મીકાંત વાજપેયીના એક સવાલના જવાબમાં આપીપ્રદૂષણને લઈને પૂછવામાં આવેલા એક પ્રશ્નમાં સરકારે સંસદમાં કહ્યું કે, હાઇ છઊૈં અને ફેફસાંની બીમારીઓ વચ્ચે સીધો સંબંધ સાબિત કરનારો કોઈ મજબૂત પુરાવો નથી.
જાેકે, વાયુ પ્રદૂષણને શ્વાસ સાથે જાેડાયેલી બીમારીઓને વધારનારૂ એક મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. આ જાણકારી ગુરૂવારે (૧૮ ડિસેમ્બર) પર્યાવરણ રાજ્ય મંત્રી કિર્તિ વર્ધન સિંહે ભાજપ સાંસદ લક્ષ્મીકાંત વાજપેયીના એક સવાલના જવાબમાં આપી હતી.
ભાજપ સાંસદ લક્ષ્મીકાંત વાજપેયીએ પ્રશ્ન પૂછ્યો હતો કે, શું સરકારને એ વાતની જાણકારી છે કે, રિસર્ચ અને મેડિકલ તપાસમાં એ સામે આવ્યું છે કે, દિલ્હી એનસીઆરમાં લાંબા સમય સુધી ખતરનાક AQI સ્તરના સંપર્કમાં રહેવાથી લંગ ફાઇબ્રોસિસ જેવી બીમારીઓ થઈ રહી છે, જેમાં ફેફસાંની ક્ષમતા સ્થાયી રૂપે ઓછી થઈ જાય છે. ભાજપ સાંસદે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે, શું દિલ્હી એનસીઆરના લોકોમાં ફેફસાંની ઇલાસ્ટિસિટી સારા રા છઊૈં વાળા શહેરોમાં રહેતા લોકો કરતા લગભગ ૫૦ ટકા સુધી ઘટી ગઈ છે? શું સરકાર પાસે દિલ્હી એનસીઆરના લાખો નિવાસીઓને પલ્મોનરી ફાઇબ્રોસિસ, સીઓપીડી, એમ્ફાઇસીમા, ફેફસાંની ક્ષમતામાં કમી અને સતત ઘટતી લંગ ઇલાસ્ટિસિટી જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે કોઈ સમાધાન છે?
આ પ્રશ્નના જવાબમાં પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે, વાયુ પ્રદૂષણ સાથે જાેડાયેલા મુદ્દા પર પ્રોગ્રામ મેનેજર, મેડિકલ અધિકારી અને નર્સ, નોડેલ અધિકારી, સેન્ટિનલ સાઇટ્સ, આશા જેવા ફ્રન્ટલાઇન વર્કર્સ, મહિલાઓ અને બાળકો જેવા સંવેદનશીલ સમૂહો તથા ટ્રાફિક પોલીસ અને નગર પાલિકાના કર્મચારીઓ જેવા વ્યવસાયી રૂપે પ્રદૂષણના સંપર્કમાં રહેતા લોકો માટે વિશેષ પ્રશિક્ષણ મોડ્યુલ તૈયાર કરાયા છે.
વાયુ પ્રદૂષણ સાથે જાેડાયેલી બીમારીઓને લઈને સૂચના, શિક્ષા અને કોમ્યુનિકેશન મટેરિયલ અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષામાં વિકસિત કરવામાં આવ્યું છે. આ સાથે જ નેશનલ પ્રોગ્રામ ઑન ક્લાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ હેઠળ પણ વિવિધ સંવેદનશીલ સમૂહો માટે વિશેષ IEC સામગ્રી તૈયાર કરવામાં આવી છે.




