
યુનિફોર્મ ખરીદી બાબતે કરવામાં આવતી મનમાની.શાળાઓની સ્વેટર મનમાની‘ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન.યુનિફોર્મ ખરીદી બાબતે કરવામાં આવતી મનમાની સામે DEO દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે જ ખાનગી શાળાઓ દ્વારા સ્વેટર અને યુનિફોર્મ ખરીદી બાબતે કરવામાં આવતી મનમાની સામે DEO દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (NSUI ) કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. DEO ના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, શહેરની અનેક ખાનગી શાળાઓ વાલીઓને ચોક્કસ નિર્ધારિત દુકાનો પરથી જ મોંઘા ભાવના સ્વેટર ખરીદવા માટે દબાણ કરી રહી છે. આ બાબતે અગાઉ પણ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે શાળાઓ બેફામ બનીને વાલીઓનું આર્થિક શોષણ કરી રહી હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
NSUI કચેરીના કમ્પાઉન્ડમાં DEO ના કાર્યકરોએ એકઠા થઈને સરકાર અને શિક્ષણ વિભાગ વિરુદ્ધ જાેરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું હતું કે મામલો થાળે પાડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી. પોલીસે કચેરીમાં હંગામો કરી રહેલા અને રજૂઆત માટે મક્કમ રહેલા DEO ના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જાે તાત્કાલિક ધોરણે શાળાઓને કડક સૂચના આપીને વાલીઓને ગમે ત્યાંથી સ્વેટર ખરીદવાની છૂટ નહીં આપવામાં આવે, તો આગામી દિવસોમાં દરેક શાળાના ગેટ પર જઈને આંદોલન કરવામાં આવશે.




