
બાળકોના હિતમાં મદ્રાસ હાઈકોર્ટનું સૂચન.ભારતમાં પણ ઓસ્ટ્રેલિયાની જેમ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હોવો જાેઈએ.બાળકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પર વધુ કડક નિયમો લાગુ કરવામાં આવે : કોર્ટ.તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કર્યાે છે. ભારતમાં પણ નાની ઉંમરના બાળકોથી લઈને કિશોરોમાં વધતી મોબાઈલ અને સોશિયલ મીડિયાની લતને પગલે આવો પ્રતિબંધ લાદવાની માગ પ્રબળ બની રહી છે. આ મામલે એક કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને સૂચન કર્યું હતું કે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવામાં આવે. કોર્ટે કહ્યું કે આ બાબતે ગંભીરતાથી વિચાર કરવો જાેઈએ.દેશમાં સગીરોને સરળતાથી ઉપલબ્ધ બનતી ઓનલાઇન પોર્નાેગ્રાફિક કન્ટેન્ટ મુદ્દે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. અરજદાર એસ. વિજયકુમારના વકીલ કેપીએસ પલાનીવેલ રાજને ઓસ્ટ્રેલિયાના નવા કાયદાનો હવાલો આપ્યો હતો.
અરજીમાં માંગ કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તમિલનાડુ બાળ અધિકાર આયોગ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને સૂચના આપવામાં આવે કે તેઓ પેરેન્ટલ કંટ્રોલ સિસ્ટમ લાગુ કરે અને શાળાઓ તેમજ સમાજમાં મોટા પાયે જાગૃતિ અભિયાન ચલાવે.અદાલતે જણાવ્યું હતું કે, બાળકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પર વધુ કડક નિયમો લાગુ કરવામાં આવે. આ ઉપરાંત તેમને અનિવાર્યપણે પેરેન્ટલ વિન્ડો સર્વિસ (પેરેન્ટલ કંટ્રોલ) આપવા માટે ર્નિદેશ અપાવવો જાેઈએ, જેથી માતા-પિતા તેમના બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓને ફિલ્ટર અને કંટ્રોલ કરી શકે. કોર્ટે સૂચન કર્યું હતું કે, જ્યાં સુધી આ મામલે કોઈ નવો કાયદો કે માર્ગદર્શિકા ના જાહેર થાય ત્યાં સુધી શાળાઓ, મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા બાળકો અને વાલીઓને સુરક્ષિત ઇન્ટરનેટ વિશે માહિતગાર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ૯ ડિસેમ્બરથી ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવો પ્રતિબંધ લગાવનાર ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ છે.




