
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતમાં વધી રહેલી મોબ લિન્ચિંગ (ટોળા દ્વારા કરાતી હત્યા) ની ઘટનાઓ હવે સામાન્ય માનવી માટે અસુરક્ષાનો અહેસાસ કરાવી રહી છે. કારણ કે ક્યારે કયું ટોળું જાણ્યા જોયા વગર કોઈ ની પણ હત્યા કરશે એ નિશ્ચિત નથી હોતું અને આવી અચાનક બનતી ઘટના સમયે પોલીસ ની હાજરી નહી હોવાથી ટોળું બેલગામ અને બેકાબૂ બની ને પેલી શંકાસ્પદ વ્યક્તિ નું પ્રાણ પંખેરું ઉડી ના જાય ત્યાં સુધી મારપીટ કરતું રહેતા જ આખરે શંકાસ્પદ વ્યક્તિ મોતને ભેટે છે.
અહીં વાત છે ઉત્તર પ્રદેશના દાદરીમાં મોબ લિન્ચિંગના ભોગ બનેલા મોહમ્મદ અખલાક ની કે જેઓ મુસ્લીમ હોવાને નાતે ઉગ્ર હિન્દુત્વવાદી ટોળાનો ભોગ બની મોતને ભેટ્યા હતા. અખલાક નો કિસ્સો એવા તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે કે જેઓ સમગ્ર ભારતમાં મોબ લિન્ચિંગ નો ભોગ બન્યા છે અથવા જેમને અત્યાચાર નો સામનો કરવો પડી રહ્યો છે અને એમને મારી નાખવામાં આવ્યા છે.
ભારતના ઈતિહાસમાં નાગરિકોની આ રીતે ટોળા દ્વારા હત્યા (લિન્ચિંગ) થવાનો આવો પ્રવાહ અગાઉ જોવા મળ્યો નથી. કારણ કે જૂની ટોળા દ્વારા ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ જેઓ ગણવેશમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા તેમને પણ મોબ લિન્ચિંગનો ભોગ બની જાન ગુમાવવાનો સમય આવ્યો હતો. તથા ૧૯ વર્ષીય આર્યન મિશ્રાની હત્યાની ઘટનાની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. આમ અસલી ખતરો મોબ લિન્ચિંગ નથી, પરંતુ તે પછી સર્જાતી ખામોશી (મૌન) છે. આપણો સમાજ, સાહિત્યિક અને પત્રકારત્વ જગત, તેમજ સરકાર આ બધાં મોટા ભાગે મૌન રહ્યા છે.
આમ પણ ભારતીય મીડિયા દ્વારા ટોળાઓને પ્રોત્સાહન આપવાની કે હિંસા ભડકાવવાની જે ઘટનાઓ આપણે “મોબ લિન્ચિંગ” (ટોળા દ્વારા કરાતી હત્યા) ના કિસ્સાઓમાં જોઈ છે, તેવું અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું. સને ૨૦૦૨ ના ગુજરાત રમખાણો દરમિયાન પણ, એ સાચું છે કે સ્થાનિક મીડિયાએ સાંપ્રદાયિક ઉન્માદ ફેલાવ્યો હતો.
પરંતુ બીજી તરફ દિલ્હીના રાષ્ટ્રીય મીડિયાએ અલગ અભિગમ અપનાવ્યો હતો. પરંતુ ૨૦૧૪ પછી મીડિયાનું એ “ગુજરાત મોડેલ” ધીમે ધીમે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. હિંદુત્વવાદી તાકતો એ મીડિયામાં નિવેદનો આપીને આવી હિંસાને વ્યાજબી ઠેરવવાના પ્રયાસ કર્યા છે. અને મુખ્ય પ્રવાહનું મીડિયા હવે ભાજપના “આઈટીસેલ” (IT cell) નું એક વિસ્તરણ બની ગયું છે.




