
મોબાઇલ, ઈફથી લઈને જેટ ઇન્ડસ્ટ્રી પર પડશે અસર.ભારતના દરિયા કિનારે મળ્યું ચીન વિરુદ્ધ બ્રહ્માસ્ત્ર!દરિયાકિનારાની રેતીમાં રેર અર્થ મટિરિયલ્સનો ભંડાર.ચીન જેના આધાર પર વિશ્વ પર રાજ કરવા માંગે છે, તે હવે ખતમ થવા જઈ રહ્યું છે. હવે ભારતને એક ‘બ્રહ્માસ્ત્ર‘ હાથ લાગ્યું છે જે ડ્રેગનની મનમાની પર કાબુ મેળવવાનું સરળ બનાવશે. આંધ્ર પ્રદેશના ૯૭૪ કિલોમીટરના દરિયાકાંઠે રેર અર્થ મટિરિયલ્સનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. નિષ્ણાતો કહે છે કે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે મળી આવતી રેર અર્થ મટિરિયલ્સ ઉચ્ચ ગુણવત્તાની છે. જેના વિના, ફાઇટર જેટ, સ્માર્ટફોન, મિસાઇલ, ઈલેક્ટ્રિક વાહનો વગેરેનું ઉત્પાદન કરવું અશક્ય છે.
ચીન હાલમાં રેર અર્થ મટિરિયલ્સના ૮૫% પર નિયંત્રણ રાખે છે. આંધ્ર પ્રદેશના દરિયાકિનારેથી મળેલા ભંડારનો ઉપયોગ કરીને, ભારત સ્વતંત્ર રીતે ૫મી જનરેશનના ફાઇટર જેટ અને આઇફોન જેવા અત્યાધુનિક ઉપકરણોનું ઉત્પાદન કરી શકે છે. આનાથી નોંધપાત્ર નિકાસ આવક પણ થઈ શકે છે.
આંધ્ર પ્રદેશનો ૯૭૪ કિલોમીટરનો દરિયાકિનારો ફક્ત તેના સુંદર દરિયાકિનારા અને માછીમારી બંદરો માટે જ જાણીતો છે. આ ઉપરાંત તેની નીચે છુપાયેલી રેતી ભારતના ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શ્રીકાકુલમથી નેલ્લોર સુધી ફેલાયેલી દરિયાકિનારાની રેતીમાં રેર અર્થ મટિરિયલ્સનો વિશાળ ભંડાર છે, જે ગ્રીન એનર્જી, સંરક્ષણ અને સેમિકન્ડક્ટર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભારતની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. દરિયાઈ રેતીમાં મોનાઝાઇટ મોટી માત્રામાં જાેવા મળે છે. મોનાઝાઇટ રેર અર્થ તત્ત્વો અને થોરિયમનો મુખ્ય સ્ત્રોત છે. ઈલ્મેનાઇટ, રુટાઇલ, ઝિરકોન, ગાર્નેટ અને સિલિમાનાઇટ જેવા મૂલ્યવાન ખનિજાે પણ અહીં છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી મળી આવેલા મોનાઝાઇટમાં ૫૫થી ૬૦ ટકા દુર્લભ પૃથ્વી ઓક્સાઇડ હોય છે, જે વૈશ્વિક સ્તરે હાઇ ક્વોલિટીનું માનવામાં આવે છે. તેમાં ૮થી ૧૦ ટકા થોરિયમ પણ હોય છે, જે ભારતના ભાવિ પરમાણુ રિએક્ટર માટે સંભવિત બળતણ માનવામાં આવે છે.
રેર અર્થ મટિરિયલ્સનો ઉપયોગ ક્યાં થાય છે?
•ફાઇટર જેટ
•ઈલેક્ટ્રિક વાહનો
•મિસાઇલ
•સ્માર્ટફોન
•ટેલિવિઝન
•પેઇન્ટ
•મેડિકલ સાધનો
અહેવાલો અનુસાર, આ ખનિજાેમાં લેન્થેનમ, સેરિયમ, નિયોડીમિયમ, પ્રેસોડીમિયમ, સમેરિયમ અને યુરોપિયમ જેવા યર અર્થ મટિરિયલ્સનો સમાવેશ થાય છે. ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણો અનુસાર, આંધ્રપ્રદેશના દરિયાકાંઠે એક સતત ખનિજ પટ્ટો ફેલાયેલો છે, જે ભીમુનીપટ્ટનમ, કલિંગપટ્ટનમ, કાકીનાડા, નરસાપુર, મછલીપટ્ટનમ, ચિરાલા, વોડારેવુ, રામાયપટ્ટનમ અને દુગરાજપટ્ટનમ જેવા વિસ્તારોને આવરી લે છે.
ભારતમાં કુલ ૩૦૦ મિલિયન ટનથી વધુ ભારે ખનિજ રેતી ભંડાર હોવાનો અંદાજ છે, જેમાં ૧.૨થી ૧.૫ કરોડ ટન મોનાઝાઇટનો સમાવેશ થાય છે. આ કુલ ભંડારમાંથી માત્ર આંધ્ર પ્રદેશ ૩૦થી ૩૫ ટકા હિસ્સો ધરાવે છે. લાંબા સમય સુધી, પરમાણુ નિયમો, મર્યાદિત પ્રક્રિયા ક્ષમતા અને નીતિગત મર્યાદાઓને કારણે આ દરિયાકિનારાઓનો ઓછો ઉપયોગ થતો રહ્યો. જાે કે, વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વધતાં તણાવ અને ચીન પર ર્નિભરતા ઘટાડવાની જરૂરિયાત સાથે, આંધ્ર પ્રદેશ એક વ્યૂહાત્મક કેન્દ્ર બની ગયું છે. હાલમાં, ચીન વિશ્વની રેર અર્થ પ્રોસેસિંગ ક્ષમતાના લગભગ ૮૫ ટકા પર નિયંત્રણ ધરાવે છે.




