
શ્રીલંકાને પણ ૩૮ મેટ્રિક ટન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાયો કટોકટીમાં ભારતે પડોશી ધર્મ નિભાવ્યો બાંગ્લાદેશને ૨૨,૦૦૦ ટન ડીઝલ આપ્યું ઈંધણના વૈશ્વિક સંકટ વચ્ચે ભારતનું સરાહનીય પગલું શ્રીલંકાને ૩૮ મે.ટન પેટ્રોલિયમ ઉત્પાદનો આપ્યાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી વચ્ચે પણ ભારતે પડોશી ધર્મનું પાલન કરી બાંગ્લાદેશને ૨૨,૦૦૦ મેટ્રિક ટન હાઈ-સ્પીડ ડીઝલનો પુરવઠો ઉપલબ્ધ બનાવ્યો છે. આ ઉપરાંત, સેશેલ્સ અને માલદિવ્સે પણ તેમની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા ઈંધણનો જથ્થો પૂરો પાડવા ભારતને વિનંતી કરી છે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે પડોશના કોઈ દેશ તરફથી ઈંધણ પુરું પાડવા માટે ભારતને કોઈ વિનંતી કરાઈ છે કે કેમ, તે અંગેના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધિર જયસ્વાલે ઉપરોક્ત માહિતી આપી હતી.
જયસ્વાલે જણાવ્યું હતું કે, મોરેશિયસને ઓઈલ અને ગેસનો પુરવઠો પૂરો પાડવા માટે ભારત ત્યાંની સરકાર સાથે વાટાઘાટો કરી રહી છે. ૫૦ દિવસથી વધુ સમયથી ચાલી રહેલાં પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણનું સંકટ ઉભું થયું છે. જેને પગલે ભારતને તેના પડોશી દેશો તરફથી ઈંધણનો પુરવઠો આપવા વિનંતી કરાઈ છે.આપણી જરૂરિયાતો, ઉપલબ્ધતા અને રિફાઈનિંગની ક્ષમતાને આધારે આપણે પડોશી દેશોની જરૂરિયાતો અંગે ર્નિણય લઈ રહ્યાં છીએ. ભારતે માર્ચ, ૨૦૨૬માં બાંગ્લાદેશને ૨૨,૦૦૦ મેટ્રિક ટન હાઈસ્પીડ ડીઝલનો જથ્થો આપ્યો હતો. આ મહિને પણ તેનો સપ્લાય યથાવત રખાયો છે. ગયા મહિને આપણે શ્રીલંકાને પણ ૩૮ મેટ્રિક ટન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બનાવી હતી. આ ઉપરાંત નેપાળ સાથેના ઈન્ડિયન ઓઈલ કોર્પાેરેશનના કરાર અંતર્ગત નેપાળને પણ વિના અવરોધે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પહોંચાડાઈ રહી છે.



