
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
ભારતમાં ઘણી વખત સફળતા આવ્યા પછી ખેલાડીને રાષ્ટ્રીય નાયક બનાવવામાં આવે છે પરંતુ સફળતા પહેલા તે
જ ખેલાડી સંઘર્ષ કરી રહ્યો હોય ત્યારે તેની તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. આ માનસિકતા બદલવાની
જરૂર છે. આ વખતે ભારતનું પ્રદર્શન નિશ્ચિતપણે પ્રશંસનીય છે પરંતુ તેને માત્ર ચોથા સ્થાનની ઉજવણી પૂરતી
મર્યાદિત રાખવી ન જોઈએ. આ પરિણામને ભવિષ્યની રમત નીતિ માટેના અરીસા તરીકે જોવું જોઈએ. કોમનવેલ્થ
ગેમ્સમાં ભારતે ચોથુ સ્થાન મેળવ્યું છે. 13 સુવર્ણ ,17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રકો ભારતની ઝોળીમાં
આવ્યા છે. આ આંકડા માત્ર મેડલની સંખ્યા નથી. તેની પાછળ વર્ષો સુધી પરસેવો વહાવનારા ખેલાડીઓની
મહેનત,સંઘર્ષ, ત્યાગ અને પરિવારની અપેક્ષાઓ છુપાયેલી છે.
આમ વિશ્વની મહાસત્તા બનવાની વાત કરતું ભારત રમત ગમતમાં પણ મહાસત્તા બનવાનું સપનું જોઈ શકે
છે. પરંતુ તેના માટે માત્ર નારા નહીં લાંબાગાળાની નીતિ જોઈએ. શાળાના સ્તરથી પ્રતિભાની ઓળખ,જિલ્લા સ્તરે
તાલીમ કેન્દ્રો, ગુણવત્તાસભર કોચ, આધુનિક સાધનો અને ખેલાડીઓ માટે સતત આર્થિક સુરક્ષા આ બધું રમત
ગમતની નીતિનું કેન્દ્ર બનવું જોઈએ. ખેલાડીઓએ દેશનું માથું ઊંચું કર્યું છે. દેશનું ગૌરવ વધાર્યું છે.




