
અમેરિકા સૌથી વધુ ૧૨૧૧૩ કરોડ ફંડ મળ્યું વિદેશી ફંડ પર ચાલતા એનજીઓ ૫૦ ટકા ઘટયા પણ ફંડ વધ્યું એફસીઆરએ હેઠળ કુલ નોંધાયેલા એનજીઓની સંખ્યા ૧૪૪૬૬ છે, જે તમિલનાડુ સહિત કુલ ૧૫ રાજ્યોમાં સક્રિય છે ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ હેઠળ નોંધાયેલા સક્રિય એનજીઓની સંખ્યા છેલ્લા દસકામાં ઘટી ગઇ છે. જાેકે બીજી તરફ વિદેશથી જે ફંડ મેળવવામાં આવી રહ્યું છે તેની રકમમાં વધારો થયો છે. તેમાં સૌથી મોટો હિસ્સો ખ્રિસ્તીઓ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોનો છે તેમ આ રિપોર્ટમાં જણાવ્યું છે.કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી ફંડ મેળવવા, ખર્ચા સહિતના મુદ્દે આકરા ર્નિણયો લેવામાં આવી રહ્યા છે. એનજીઓ પર લગામ સહિતના પગલા લેવામાં આવી રહ્યા છે. જે માટે સરકાર દ્વારા એક બિલ લાવવામાં આવ્યું છે, આ બિલ પર ચર્ચા કરવા માટે એક સંસદીય સમિતિનું ગઠન કરાયું છે, આ સમિતિને જણાવવામાં આવ્યું છે કે એફસીઆરએ હેઠળ કુલ નોંધાયેલા એનજીઓની સંખ્યા ૧૪૪૬૬ છે, જે તમિલનાડુ સહિત કુલ ૧૫ રાજ્યોમાં સક્રિય છે. ૨૦૧૫માં આવા એનજીઓની સંખ્યા ૨૯૦૨૨ હતી, તેનાથી હાલ અડધી સંખ્યા થઇ પણ ફંડ વધ્યું છે. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આ સક્રિય એનજીઓને મળેલા વિદેશી ફંડની કુલ રકમ ૨૨૯૭૪ કરોડ હતી, જે વર્ષ ૨૦૧૫-૧૬ સમયે ૧૭૮૩૨ કરોડ હતી. આ જ સમયગાળા દરમિયાન નોંધાયેલા એક્ટિવ એનજીઓની સંખ્યા ૨૯૦૨૨થી ઘટીને ૧૪૪૬૬ થઇ ગઇ હતી, એટલે કે આવા સક્રિય અને નોંધાયેલા એનજીઓની સંખ્યામાં ૫૦ ટકા જેટલો ઘટાનો નોંધાયો છે. જે પણ દેશોમાંથી આ એનજીઓ ફંડ લાવ્યા તેમાં અમેરિકા સૌથી વધુ ૧૨૧૧૩ કરોડ, યુકે ૨૪૧૪ કરોડ, જર્મની ૧૭૮૨ કરોડ વગેરે ફંડનો સમાવેશ થાય છે.




