
મતદારોને આકર્ષવા ટ્રમ્પનો નવો દાવ! ‘ચૂંટણી પછી ઈરાન સામેનું યુદ્ધ ખતમ થઈ જશે’ જાે ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાન સાથેના તણાવ અને યુદ્ધને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યાે છે કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થઈ જશે અને દુનિયાભરના દેશો આ યુદ્ધનો અંત ઈચ્છી રહ્યા છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ જલદી જ સમાપ્ત થઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકો ક્યારેય એવું નહીં ઈચ્છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય અને તેવું ક્યારેય બનવા દેવામાં આવશે નહીં. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યાે છે કે આ યુદ્ધ પૂરું થયા પછી ગેસની કિંમતો ફરીથી પહેલાના સ્તર પર આવી જશે અથવા તેનાથી પણ ઓછી થઈ શકે છે. ટ્રમ્પે અગાઉ પણ એવો દાવો કર્યાે હતો કે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પછી આ સંઘર્ષ લાંબો સમય ટકી શકશે નહીં અને તેહરાન આ યુદ્ધ ચાલુ રાખી શકશે નહીં.ટ્રમ્પે તેહરાન પર અમેરિકન ચૂંટણીને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ટ્રમ્પના મતે ઈરાન ઈચ્છે છે કે અમેરિકામાં સત્તા પર એવા નબળા નેતાઓ આવે જે તેમને મુક્ત છોડી દે અને પરમાણુ હથિયાર વિકસાવવાની છૂટ આપે. તેમણે ચેતવણી આપી હતી કે જાે ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે.ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાત વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘મને અપેક્ષા છે કે શી જિનપિંગ આવતા અઠવાડિયે અમેરિકા આવશે. બંને નેતાઓ વચ્ચે સારા સંબંધો રહ્યા છે અને આ મુલાકાત ખૂબ જ સારી રહેશે તેવી આશા છે.’ ચીન સાથેના સંબંધો અને ટેરિફ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે ચીન અમેરિકાને ભારે ટેરિફ આપી રહ્યું છે, જેનાથી અમેરિકા નુકસાન થઈ રહ્યું છે. ચીનની જાસૂસીના સવાલ પર ટ્રમ્પે હસતા હસતા કહ્યું કે કદાચ તેઓ જાસૂસી કરતા હશે, પરંતુ અમેરિકા પણ તેમની જાસૂસી કરે છે.




