
સેંકડો મુસાફરો રઝળ્યા.અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઈન્ડિગોની ૧૨ ફ્લાઈટ્સ કેન્સલ.ઇન્ડિગો સ્થિતિમાં સુધારો થઈ રહ્યાનો ફૉક દાવો કરી રહ્યું છે.ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હજુ ટળ્યુ નથી, આજે દેશભરમાંથી ૩૦૦થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઇ છે, અને સેંકડોની સંખ્યામાં મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા છે. આજે ઇન્ડિગો સંકટનો ૯મો દિવસ છે, હવે આ બધાની વચ્ચે ઈન્ડિગોના CEO ને આજે DGCAની તપાસ સમિતિએ સમન્સ મોકલ્યું છે. ઈન્ડિગોના CEO ને પીટર અલ્બર્સને હાજર થવા DGCAનો હુકમ આવ્યો છે. આજે પણ ઈન્ડિગો એરલાઇન્સનું સંકટ સતત નવમા દિવસે પણ યથાવત છે. દેશભરમાં આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૩૦૦ ફ્લાઈટ કેન્સલ થઇ હોવાની માહિતી સામે આવી છે. મહત્વનુ છે કે, અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારી ૧૨ ફ્લાઈટ આજે કેન્સલ થઇ છે, આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર સેંકડો મુસાફરો રઝળી પડ્યા છે. ઇન્ડિગો સ્થિતિમાં સુધારો થઈ રહ્યાનો ફૉક દાવો જ કરી રહ્યું છે.
જાેકે, આ બધાની વચ્ચે ઈન્ડિગોના CEOર્ને આજે DGCAની તપાસ સમિતિએ સમન્સ મોકલ્યું છે અને ઈન્ડિગોના ઝ્રઈર્ંને પીટર અલ્બર્સને હાજર થવા DGCAએ હુકમ કર્યો છે. મંગળવારે (૯ ડિસેમ્બર, ૨૦૨૫) સંસદમાં, કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પરિસ્થિતિ સુધરી રહી છે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે, અને કટોકટીથી પ્રભાવિત લોકોને રિફંડ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીના આ દાવા છતાં, એવું લાગે છે કે પરિસ્થિતિ હજુ સુધરી નથી. બુધવારે (૧૦ ડિસેમ્બર, ૨૦૨૫) ૩૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ૯ ડિસેમ્બરે પણ ૪૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
એરલાઇન હજુ પણ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને ઉડ્ડયન મંત્રાલયની નજીકની દેખરેખ હેઠળ કામગીરી સ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. જાેકે, સરકારે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી એરલાઇનને ફ્લાઇટ્સમાં ૧૦% ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. પરિણામે, પ્રી-બુક કરાયેલ ફ્લાઇટ્સ ધરાવતા મુસાફરોને આગામી કેટલાક મહિનાઓ સુધી દૈનિક સેંકડો ફ્લાઇટ્સ અસરગ્રસ્ત જાેવા મળશે.




