વરિષ્ઠ IPS અધિકારી અમૃત મોહન પ્રસાદને શુક્રવારે સશાસ્ત્ર સીમા બલ (SSB) ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. SSBના નવા પ્રમુખ અમૃત મોહન પ્રસાદ, ઓડિશા કેડરના 1989 બેચના IPS અધિકારી, હાલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વિશેષ મહાનિર્દેશક છે.
કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ પ્રસાદની એસએસબીના મહાનિર્દેશકના પદ પર નિમણૂકને મંજૂરી આપી છે. તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટ, 2025 સુધીનો રહેશે, જ્યારે તેઓ નિવૃત્ત થશે.
નેપાળ અને ભૂટાન સાથેની દેશની સરહદોની રક્ષા કરે છે. SSBના વડા દલજીત સિંહ ચૌધરીને 28 ઓગસ્ટના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ આ પદ ખાલી પડ્યું હતું.
આ પણ વાંચો – ગોવામાં યોજાઈ 20મી મેરીટાઇમ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠક, આ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉકેલાયા