
ચીન, રશિયા, ઈરાક, પાકિસ્તાનના જહાજાેને પણ છૂટ.ભારત સહિત ૫ાંચ દેશોના જહાજાેને હોર્મુઝમાંથી જવાની મંજૂરી.ઇરાને દુશ્મન દેશોના જહાજાેને આ મહત્ત્વના દરિયા માર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપી નથી.પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ટૂંક સમયમાં ઉકેલ આવવાની શક્યતા દેખાતી નથી ત્યારે ભારતને મોટી રાહત થાય તેવી એક જાહેરાતમાં ઇરાને જણાવ્યું હતું કે તે ભારત તથા ચીન અને રશિયા સહિતના કેટલાંક મિત્ર દેશોના વેપાર જહાજાેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેશે. જાેકે ઇરાને દુશ્મન દેશોના જહાજાેને આ મહત્ત્વના દરિયા માર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપી નથી. ઈરાનના સરકારી ટેલિવિઝનના જણાવ્યા મુજબ ઇરાનના વિદેશ પ્રધાન સઇદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે અમે કેટલાંક દેશોને, જેમને અમે મિત્ર ગણીએ છીએ, તેમને જહાજ પસાર થવાની મંજૂરી આપી છે. અમે ચીન, રશિયા, ભારત, ઈરાક અને પાકિસ્તાનને ટ્રાન્ઝિટની પરવાનગી આપી છે.
આ સાથે જ ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનના દુશ્મન દેશો સાથે સંકળાયેલા જહાજાેને આ વ્યૂહાત્મક માર્ગમાંથી પસાર થવાની મંજૂરી મળશે નહીં. અમે યુદ્ધની સ્થિતિમાં છીએ. આ વિસ્તાર યુદ્ધ ક્ષેત્ર છે અને અમારા દુશ્મનો તથા તેમના સાથી દેશોના જહાજાેને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. પરંતુ અન્ય દેશો માટે આ માર્ગ ખુલ્લો છે. અહીં ઉલ્લેખનીય છે કે ૨૮ ફેબ્રુઆરીએ ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલા પછી ઇરાનના જહાજાેના પરિવહન માટેના દરિયાઇ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી છે. આ દરિયાઇ માર્ગમાંથી વિશ્વના આશરે ૨૦ ટકા ક્રૂડ ઓઇલ અને એલએનજીનું પરિવન થાય છે. ભારત પણ માર્ગેથી તેની મોટાભાગની જરૂરિયાત પૂરી કરે છે. બીજી તરફ ઇરાનને હોર્મુઝ જળમાર્ગ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. તે અમેરિકન અથવા ઇઝરાયેલ સાથે જાેડાયેલા જહાજાેને રોકી રહ્યું છે અને અન્યને મર્યાદિત રીતે પસાર થવા દે છે. ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલના જાસેમ મોહમ્મદ અલ-બુદૈવીના જણાવ્યા અનુસાર ઈરાન સુરક્ષિત પસાર માટે જહાજાેથી ટોલટેક્સ વસૂલ કરી રહ્યું છે. ઈરાનની સમાચાર એજન્સીઓએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજાે પાસેથી ફી વસૂલ કરવા ઇરાન તેની સંસદમાં એક કાયદો બનાવી રહ્યું છે. એક સાંસદે જણાવ્યું હતું કે અમે સુરક્ષા આપીએ છીએ, એટલે જહાજાે અને તેલ ટેન્કરો પાસેથી ફી લેવી સ્વાભાવિક છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને તેની સાથેના શાંતિ કરાર અંગે “ત્વરિત ગંભીર થવા” અથવા પરિણામો ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે. ગુરુવારે વહેલી સવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા તેમણે લખ્યું હતું કે, મોડું થાય તે પહેલાં તે જલ્દી ગંભીર બને તે તેના માટે સારું રહેશે, કારણ કે એકવાર સમય વીતી ગયા પછી પાછા વળવાનો કોઈ રસ્તો નથી અને તે સ્થિતિ સારી નહીં હોય! રાષ્ટ્રપતિએ ઈરાનના વાટાઘાટકારોને “ખૂબ જ અલગ” અને “વિચિત્ર” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ લગભગ ચાર અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા પાસે કરાર માટે “કરગરી” રહ્યા છે. બીજી બાજુ ટ્રમ્પે યુદ્ધ શરૂ થયા પછી પહેલી વખત કેબિનેટની મીટિંગ કરી હતી. આશરે એક કલાક ૪૦ મિનિટ ચાલેલી આ બેઠકમાં મોટાભાગે યુદ્ધ પર જ ચર્ચા થઇ હતી. જાેકે તેમાં શું ચર્ચા થઇ તે અંગે કોઇ જાહેરાત થઇ નહતી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ટ્રમ્પે યુદ્ધવિરામ માટે આપેલી પાંચ દિવસની મર્યાદા પૂર્ણ થાય છે.




