
મેડિકલ વેસ્ટના નિયમોના ભંગ બદલ ૧૭ રાજ્યો, સંઘ પ્રદેશોને ચીમકી મેડિકલ વેસ્ટને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન નિયમભંગ કરનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલ્યુશન કંટ્રોલ કમિટીઓને નોટિસ પાઠવવામાં આવી બાયોમેડિકલ વેસ્ટને ઊંડા ખાડામાં દાટીને તેનો નિકાલ કરવા સહિતની પ્રક્રિયામાં નિયમોનું પાલન નહીં કરતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિરુદ્ધ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી) આકરાં પગલાં લેશે. સીપીસીબીએ આ મામલે બાયોમેડિકલ વેસ્ટની ટ્રીટમેન્ટ તથા તેનો નિકાલ કરતી કેટલીક સુવિધાઓ દ્વારા નિયમોના કરાઈ રહેલાં ઉલ્લંઘનના મામલાઓની સુનાવણી કરી રહેલી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)ને જાણ કરી છે.એનજીટીના ચેરમેન જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ તથા એક્સપર્ટ મેમ્બર અફરોઝ એહમદે ૫ ઓગસ્ટના આદેશમાં નોંધ્યું હતું કે, સીપીસીબીએ ૧૭ રાજ્યો અને કેન્દ્ર શાસિતપ્રદેશો દ્વારા કરવામાં આવતા બાયોમેડિકલ વેસ્ટને ઊંડા ખાડામાં દાટીને કરવામાં આવતાં નિકાલ (ડીપ બરિયલ) અંગે રિપોર્ટ ફાઈલ કર્યાે હતો.એનજીટીમાં આ કેસની સુનાવણી દરમિયાન જણાવાયું હતું કે ‘ડીપ બરિયલ’ની પદ્ધતિ સામાન્ય સંજાેગોમાં માન્ય નથી; તે માત્ર એવા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં જ માન્ય છે જ્યાં કોમન બાયો-મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી ન હોય. આ પદ્ધતિનો ઉપયોગ કરતા પહેલાં પણ ઓથોરિટીની પરવાનગી અનિવાર્ય છે. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે, કચરો ઊંડે દાટવાની પદ્ધતિનો ઉપયોગ કરતી ૯,૧૭૮ હેલ્થકેર ફેસિલિટીઝમાંથી માત્ર ૫,૭૧૫ જ નિયમોનું પાલન કરે છે. જેમાં સૌથી વધુ ઉલ્લંઘન ભૂગર્ભ જળનું સ્તર ઉંડા ખાડાની છ મીટર નીચે રાખવાના નિયમનું થયું હતું. ૪૭૭ હેલ્થકેર ફેસિલિટીઝે આ નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનું ટ્રિબ્યુનલે નોંધ્યું હતું. આ ઉપરાંત ૩૪૧ હેલ્થકેર ફેસિલિટીઝ સત્તાધિકારીની પૂરતી મંજૂરી વગર જ કામ કરતી હોવાનું જણાયું હતું.ભંગ કરનારા ઉદ્યોગો માટે વીજળી-પાણી જેવી સેવાઓ બંધ કરાશે નિયમભંગ કરનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલ્યુશન કંટ્રોલ કમિટીઓને નોટિસ પાઠવવામાં આવી છે. જાે આઠ અઠવાડિયામાં આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે, તો પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૫ હેઠળ કડક ર્નિદેશો જારી કરવામાં આવશે. આ જાેગવાઈ હેઠળ કેન્દ્ર સરકારને ઉદ્યોગોના કામકાજને નિયંત્રિત કરવા, બંધ કરવા અથવા વીજળી-પાણી જેવી આવશ્યક સેવાઓ રોકવા સહિતના આદેશો આપવાની કાનૂની સત્તા છે. આ મામલે ૨૮ ઓક્ટબરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.




