Narendra Modi : કર્ણાટકના વન મંત્રી ઈશ્વર ખંડ્રેએ સોમવારે કહ્યું કે, રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ખર્ચવામાં આવેલા 80 લાખ રૂપિયાની ભરપાઈ કરશે. પીએમ મોદી ગયા વર્ષે એપ્રિલમાં ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂરા થયાની યાદમાં મૈસૂર આવ્યા હતા.
મંત્રીના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પરંપરા છે કે વડાપ્રધાન જ્યારે આવે છે ત્યારે તેમની યજમાની કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ‘પ્રોજેક્ટ ટાઈગર’ના 50 વર્ષ પૂરા થવાની પૂર્વ સંધ્યાએ મૈસૂર-બાંદીપુરની મુલાકાત લીધી હતી.
કેન્દ્રએ ત્રણ કરોડ ખર્ચવાનું આયોજન કર્યું હતું
તે સમયે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને કારણે, આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી રાજ્ય સરકાર કાર્યક્રમ (પ્રોજેક્ટ ટાઇગર)ના આયોજનમાં સામેલ ન હતી. તેથી તે સંપૂર્ણપણે કેન્દ્ર સરકારનો કાર્યક્રમ હતો. કેન્દ્રએ લગભગ 3 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન કર્યું હતું.
બાદમાં ખર્ચ વધીને રૂ. 6.33 કરોડ થયો હતો
આ ખર્ચ વધીને અંદાજે રૂ. 6.33 કરોડ થયો છે. પરંતુ બાકીના 3.3 કરોડ રૂપિયા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પાસેથી મળવાના છે. રાજ્ય સરકારના વન વિભાગે તેમને (ઓથોરિટી)ને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે હોટેલ બિલ (રૂ. 80 લાખ)ની ભરપાઈ કરવી જોઈએ. અમે વળતર આપવાનું નક્કી કર્યું છે. આમાં કોઈ સમસ્યા નથી.