
આ આફતમાં ૪૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.ખિલાડી કુમારની દિલેરી, પંજાબના પૂર પીડિતો માટે ૫ કરોડ આપ્યા.દરેક આફતમાં મદદનો હાથ લંબાવવા માટે જાણીતા અક્ષયકુમાર જરૂરિયાતમંદોને મદદ કરવા આગળ આવ્યા છ.ભારે વરસાદને કારણે, આખું પંજાબ આ દિવસોમાં પૂરનો સામનો કરી રહ્યું છે. આ આફતમાં ૪૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૨૩ જિલ્લાઓના હજારો ગામડાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા. આ કટોકટીમાં પંજાબના લોકોને મદદ કરવા માટે બોલિવૂડ પણ આગળ આવ્યું છે. આ દરમિયાન, અભિનેતા અક્ષય કુમારે લોકોને મદદ કરવા માટે ૫ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.અક્ષય કુમારે કહ્યું, ‘હું આ અંગે મારા મંતવ્ય પર અડગ છું. હા, હું પંજાબના પૂર પીડિતો માટે રાહત સામગ્રી ખરીદવા માટે ૫ કરોડ રૂપિયા આપી રહ્યો છું, પરંતુ હું કોણ છું કોઈને ‘દાન’ આપનાર? જ્યારે મને મદદનો હાથ લંબાવવાની તક મળે છે, ત્યારે હું ધન્ય અનુભવું છું. મારા માટે, આ મારી સેવા છે, મારું એક નાનું યોગદાન છે. હું પ્રાર્થના કરું છું કે પંજાબમાં મારા ભાઈ-બહેનો પર પડેલી આ કુદરતી આફત જલ્દી દૂર થાય.નોંધનીય છે કે દરેક આફતમાં મદદનો હાથ લંબાવવા માટે જાણીતા અક્ષય કુમાર જરૂરિયાતમંદોને મદદ કરવા આગળ આવ્યા છે. તેમણે ચેન્નાઈ પૂર, કોવિડ-૧૯ મહામારી અને ભારત કે વીર પહેલ દ્વારા સૈનિકોના પરિવારોને સહાય પૂરી પાડવા સહિત આપત્તિ રાહત કાર્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.અક્ષય કુમાર ઉપરાંત, અભિનેતા દિલજીત દોસાંઝ, સોનુ સૂદ, રણદીપ હુડા, કરણ ઔજલા જેવા દિગ્ગજ હસ્તીઓએ આ મુશ્કેલ સમયમાં મદદનો હાથ લંબાવ્યો છે. આ ઉપરાંત, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ તેમની ફિલ્મ ‘મેહર’ ની પ્રથમ દિવસની કમાણી પૂર પીડિતો માટે દાન કરવાની જાહેરાત કરી છે
