PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના પુરીમાં પાંચમા તબક્કાના મતદાન દરમિયાન ગર્જના કરી હતી. તેમણે પુરીમાં ભાજપના ઉમેદવાર સંવિત પાત્રાના સમર્થનમાં રોડ-શો કર્યો હતો. અહીં રોડ શો કર્યા બાદ પીએમ મોદીએ ઠેંકનાલમાં રેલી કરી હતી. રેલીને સંબોધતા, તેમણે રાજ્યના શાસક પક્ષ બીજુ જનતા દળ (બીજેડી) પર ઉગ્ર નિશાન સાધ્યું.
પીએમ મોદીએ કહ્યું કે બીજેડી સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારીઓના નિયંત્રણમાં છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે ભ્રષ્ટ મુખ્યમંત્રીએ આવાસ અને ઓફિસ પર કબજો જમાવી લીધો છે. તેમણે બીજેડી પર ઓડિશાની સંપત્તિ અને સંસ્કૃતિને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાને કહ્યું કે બીજેડી સરકારમાં જગન્નાથ મંદિર પણ સુરક્ષિત નથી. તેમણે દાવો કર્યો હતો કે ભાજપની ડબલ એન્જિન સરકારનો શપથ ગ્રહણ સમારોહ 10 જૂને યોજાશે.