
હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો ર્નિણય.વસિયત માટે ફરજિયાત પ્રોબેટ-કોર્ટે માન્યતા લેવાની જરૂર રહેશે નહીં.મૃત સ્વજનના વસિયતનામાનો અમલ કરવા માટે પહેલા પ્રોબેટ લેવો પડતો હતો. આ પ્રોબેટ મેળવવામાં ઘણીવાર બારથી અઢાર મહિના લાગી જતા હતા.ભારતની સંસદે સુધારો કરીને હિન્દુઓ સહિત અનેક સમુદાયોને અનેક કેસોમાં વસિયત માટે ફરજિયાત પ્રોબેટ-કોર્ટે માન્યતા લેવાની જરૂર રહેશે નહીં. પ્રોબેટના નિયમોના જાણકારોનું કહેવું છે કે મૃત સ્વજનના વસિયતનામાનો અમલ કરવા માટે પહેલા પ્રોબેટ લેવો પડતો હતો. આ પ્રોબેટ મેળવવામાં ઘણીવાર બારથી અઢાર મહિના લાગી જતા હતા. તેમ જ પ્રોબેટ મેળવવા માટે ૫૦ હજાર રૂપિયાથી વધારેનો ખર્ચ પણ થઈ જતો હતો. હવે આ ખર્ચની જફામાંથી મુક્તિ મળી જશે.
અંગ્રેજાેનના સમયથી વસિયતનો અમલ કરાવવા માટે કોર્ટની માન્યતા મેળવવાનો નિયમ હતો. ભારતની સંસદે કોર્ટની માન્યતા લેવાની સિસ્ટમને કાઢી નાખવાનો ર્નિણય કર્યો હોવાથી દેશના અનેક પરિવારો માટે વસિયતનો અમલ કરાવવો સરળ બની જશે. ભારતની સંસદમાં જૂના કાયદાઓ રદ કરતા અને સુધારાઓ અમલમાં લાવતા ખરડા- પસાર કરી દેવામાં આવતા આ સુધારો અમલમાં આવી ગયો છે. પ્રસ્તુત બિલના માધ્યમથી ૭૧ જૂના અને વર્તમાન સમયમાં અપ્રસ્તુત ગણાતા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. તદુપરાંત ચાર અન્ય કાયદાઓમાં ફેરફાર કરીને કાયદાકીય માળખું સરળ બનાવવામાં આવ્યું છે. બ્રિટીશ કાળથી અમલમાં આવેલી ભેદભાવપૂર્ણ જાેગવાઈઓ દૂર કરી દેવામાં આવી છે.લોકસભામાં મંજૂરી બાદ રાજ્યસભામાં પણ મૌખિક મતદાનથી પ્રસ્તુત બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, આ કાયદો નાગરિકોના ઈઝ ઓફ લીવિંગ-જીવનની સરળતા-વધારવા માટે લાવવામાં આવ્યો છે, કારણ કે તે બિનજરૂરી કાનૂની અડચણો ઊભી કરતી જૂની જાેગવાઈઓ દૂર કરે છે. આ સુધારો ભારતીય વારસા અધિનિયમ, ૧૯૨૫ની કલમ ૨૧૩ સાથે સંબંધિત છે. હાલના કાયદા મુજબ બોમ્બે પર આ જાેગવાઈ લાગુ પડતી ન હતી, જેના કારણે ધર્મ અને ભૂગોળ આધારિત અસમાનતા સર્જાતી હતી.
મેઘવાલે (મુંબઈ), મદ્રાસ (ચેન્નઈ) અને કલકત્તા (કોલકાતા) જેવા પૂર્વ પ્રેસિડન્સી શહેરોમાં હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન અને પારસી સમુદાય દ્વારા કરાયેલી વસીયતો માટે કોર્ટ પ્રોબેટ ફરજિયાત હતો. મુસ્લિમો સંસદમાં કહ્યું કે આવા ભેદભાવ બંધારણ સાથે અસંગત છે. ધર્મ, જાતિ કે લિંગના આધાર પર કોઈપણ પ્રકારનો ભેદભાવ પ્રતિબંધિત છે અને પ્રોબેટની ફરજિયાત જાેગવાઈને લગતી બ્રિટીશ કાળના અવશેષ તરીકે ગણાવી તેને દૂર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સુધારાઓના પરિણામે નિર્ધારિત કેસોમાં વસીયત માટે ફરજિયાત કોર્ટ માન્યતા દૂર થશે અને વારસાગત કાયદાઓમાં વધુ સમાનતા આવશે.
આ બિલ દ્વારા General Clauses Act,૧૮૯૭ અને Code of Civil Pro-cedure,૧૯૦૮માં જૂના શબ્દપ્રયોગોને આધુનિક બનાવવામાં આવ્યા છે, તેમજ Disaster Management Act, ૨૦૦૫માં કરવામાં આવ્યા છે. રહેલી ડ્રાફ્ટિંગ ભૂલ સુધારવામાં આવી છે. કુલ મળીનેIndian Tramways Act, ૧૮૮૬ સહિત ૭૧ નિષ્ક્રિય કાયદાઓ રદ કરવામાં આવ્યા છે.




