
પોલીસને દોડાવી દોડાવીને મારી નેપાળ, ફ્રાન્સ અને હવે લંડન, લાખો લોકો રસ્તા પર ઉતર્યા ટોમી રોબિન્સનના નેતૃત્વમાં એક લાખથી પણ વધુ પ્રદર્શનકારીઓએ એન્ટી-ઇમિગ્રેશન સામે માર્ચ કાઢી હતી. નેપાળ અને ફ્રાન્સ બાદ હવે વિરોધની આગ લંડન સુધી પહોંચી ગઈ છે. લંડનના સેન્ટ્રલ વિસ્તારમાં બ્રિટનના હાલના ઇતિહાસમાં સૌથી મોટું દક્ષિણપંથી પ્રદર્શન જાેવા મળ્યું. આ પ્રદર્શનમાં એક લાખથી પણ વધુ પ્રદર્શનકારીઓએ જાેડાયા હતા. લંડનમાં આ વિરોધ પ્રદર્શન યુનાઇટ ધ કિંગડમ માર્ચના નામે આયોજિત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં લગભગ ૧૦ લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા હતી અને તે પ્રોટેસ્ટ માટે તૈયારીઓ પણ એવી જ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનનું આયોજન જાણીતા દક્ષિણપંથી નેતા ટોમી રોબિન્સનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં આવેલા લોકોના હાથમાં ધ્વજ અને પ્લેકાર્ડ હતા. સેન્ટ્રલ લંડનની રસ્તાઓ આ પ્રદર્શનકારીઓથી છવાયેલા હતા. ટોમી રોબિન્સનના નેતૃત્વમાં એક લાખથી પણ વધુ પ્રદર્શનકારીઓએ એન્ટી-ઇમિગ્રેશન સામે માર્ચ કાઢી હતી. આ દરમિયાન ત્યાં તૈનાત કેટલાક પોલીસકર્મીઓએ જ્યારે આ આંદોલનને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે પ્રદર્શનકારીઓ સાથે તેમની અથડામણ થઈ. આ દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા ઘણા પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં ઘણા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા. આના જવાબમાં પોલીસે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાના દળો તૈનાત કર્યા, જેમાં સુરક્ષા દળો તેમજ ઘોડેસવારોનો પણ સમાવેશ થતો હતો. આમાંથી ઘણા પ્રદર્શનકારીઓએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જાેડાયેલી મેક અમેરિકા ગ્રેટ અગેઇન ટોપીઓ પણ પહેરી હતી. પ્રદર્શનકારીઓ વડાપ્રધાન કીર સ્ટાર્મરની ટીકા કરી રહ્યા હતા અને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
બ્રિટનમાં હાલમાં ઇમિગ્રેશનના મુદ્દા પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. કમજાેર પડી રહેલી અર્થવ્યવસ્થા છતાં સામાન્ય લોકો માટે ચિંતાનું કેન્દ્ર આ વિષય છે. આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં ૨૮ હજારથી વધુ લોકો નાની હોડીઓની મદદથી ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચ્યા છે. રસ્તાઓ પર લાલ-સફેદ અંગ્રેજી ધ્વજની સંખ્યા વધી રહી છે. સમર્થકો તેને દેશભક્તિનું પ્રતીક માને છે, જ્યારે વિરોધીઓનું કહેવું છે કે, આ વાતાવરણ વિદેશી ઇમિગ્રન્ટ્સ સામે નફરતને પ્રોત્સાહન આપે છે. કેટલાક પ્રદર્શનકારીઓએ અમેરિકન અને ઇઝરાયલી ધ્વજ પણ લહેરાવ્યા હતા.
ટોમી રોબિન્સનનું સાચું નામ સ્ટીફન યાક્સલી-લેનન છે. બ્રિટનના રાષ્ટ્રવાદી અને ઇસ્લામ વિરોધી સંગઠન ઇંગ્લિશ ડિફેન્સ લીગના સ્થાપક અને દેશના સૌથી પ્રભાવશાળી દક્ષિણપંથી નેતાઓમાં રોબિન્સનની ગણતરી થાય છે. હાલમાં જ થયેલી માર્ચને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થનમાં પ્રદર્શન તરીકે રજૂ કરવામાં આવી હતી. આ આયોજનમાં સમગ્ર યુરોપના પ્રભાવશાળી નેતાઓ અને ઘણા રાજનેતાઓના નિવેદનો મુખ્યત્વે ઇમિગ્રન્ટ્સના જાેખમો પર કેન્દ્રિત રહ્યા. ઇમિગ્રન્ટ્સનો આ મુદ્દો હાલમાં મહાદ્વિપના મોટા ભાગ માટે એક ગંભીર પડકાર છે, જેનો સામનો કરવા માટે ઘણા દેશો સંઘર્ષ કરી રહ્યા છે.
