
પાંચ રાઉન્ડ પછી માત્ર ૧૯૦૫૪ બેઠક ભરાઈપેરા મેડિકલના ૧૦ કોર્સની સરકારી કોલેજની ૨૩૬ ખાલી બેઠક માટે છઠ્ઠો રાઉન્ડ યોજાશેખાલી બેઠકો પર પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓએ તારીખ ૧૫મી સુધીમાં ચોઇસ ફિલિંગ કરવાની રહેશેરાજ્યની નર્સિંગ સહિતના પેરા મેડિકલના જુદા જુદા ૧૦થી વધુ કોર્સમાં પ્રવેશ માટે લાંબા સમયથી ચાલતી કાર્યવાહીમાં પાંચ રાઉન્ડ પૂરા કરવામાં આવ્યા છે. પાંચ રાઉન્ડ બાદ હાલમાં ૩૩૭૩૬ બેઠકો ખાલી પડી છે. ર્સ્વનિભર કોલેજાેમાં ખાલી પડેલી બેઠકો ભરવાની સત્તા સંચાલકોને સોંપાઈ છે, પરંતુ સરકારી કોલેજાેમાં ખાલી પડેલી અંદાજે ૨૩૬ બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાલી બેઠકો પર પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓએ ૧૫મી સુધીમાં ચોઇસ ફિલિંગ કરવાની રહેશે.ધો.૧૨ પછીના બીએસસી નર્સિંગ, બી.ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમ, બી.ઓપ્ટોમેટ્રી, બી.ઓક્યુપેશનલ થેરાપી, બી.ઓર્થાેટિક્સ અને પ્રોસ્થેટિક્સ, બી.એ.એસએલ.પી અને નેચરોપથીમાં પ્રવેશ માટે પાંચ રાઉન્ડ પૂરા કર્યા બાદ હાલમાં એએનએમમાં ૯૦૭૪, બીપીટીમાં ૨૩૧૨, બીએસસી નર્સિંગમાં ૮૭૦૦ અને જીએનએમમાં ૧૩૧૪૪ સહિત કુલ ૩૩૭૩૬ બેઠકો ખાલી પડી છે. કુલ ૧૧૦૪ કોલેજની ૫૨૭૯૦ બેઠકો પૈકી ૧૯૦૫૪ બેઠકો ભરાઇ છે. ર્સ્વનિભર કોલેજાેમાં ખાલી પડેલી બેઠકો ભરવા જે તે સંચાલકોને સોંપવામાં આવી છે. ર્સ્વનિભર કોલેજાેએ નિર્ધારિત સમયમર્યાદામાં ખાલી પડેલી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવીને વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ જે તે યુનિવર્સિટીમાં જાતે જ કરવાના રહેશે.
નિયમ પ્રમાણે સરકારી કોલેજાેમાં ખાલી ૨૩૬ બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા ફરીવાર વધારાનો નવો રાઉન્ડ કરાશે. સરકારી કોલેજાેમાં ખાલી પડેલી નર્સિંગ સહિતની બેઠકો પર પ્રવેશ ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ ૧૨મીથી ૧૫મી સુધીમાં ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. વિદ્યાર્થીઓની ચોઇસના આધારે ૧૫મીએ સાંજે ૪ વાગે કોલેજની ફાળવણી કરાશે. હાલમાં એએનએમમાં ૬૪, બીએએસએલપીમાં ૭, બીઓપીમાં ૧૩, બીઓટીમાં ૬, બીપીટીમાં ૫૬, જીએનએમમાં ૭ મળી કુલ જુદા જુદા કોર્સમાં ૨૩૬ બેઠકો ખાલી પડી છે.નર્સિંગ સહિતના પેરા મેડિકલ કોર્સમાં કુલ ૫૨૭૯૦ બેઠકો પૈકી પાંચ રાઉન્ડના અંતે ૧૯૦૫૪ બેઠકો ભરાઇ છે. જેની સામે ૩૩૭૩૬ બેઠકો ખાલી છે. સરકારી કોલેજાેની ૨૩૬ બેઠકો બાદ કરીએ તો પણ ૩૩૫૦૦ બેઠકો ખાલી પડી છે. ર્સ્વનિભર કોલેજાેમાં સૌથી વધુ એએનએમમાં ૯૦૭૪, જીએનએમમાં ૧૩૧૪૪ બેઠકો ખાલી પડી છે. હવે સંચાલકોએ આ બેઠકો પોતાની રીતે ભરવાની રહેશે. સરકારી અને ર્સ્વનિભર કોલેજાેની મળીને ૧૯૦૫૪ બેઠકો જ ભરાઇ છે.




