
૧ લીટરની બોટલ ૧૪ રૂપિયામાં મળશે : આવી જ રીતે અડધો લીટરની બોટલ હવે ૯ રૂપિયામાં મળશે. ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે ભારતીય રેલવેએ મોટી રાહત આપી છે. પ્લેટફોર્મ અને ટ્રેનોમાં મળતી રેલ નીરની બોટલ હવે પહેલાથી સસ્તી થઈ ગઈ છે. પહેલા જ્યાં મુસાફરોને ૧ લીટરની બોટલ માટે ૧૫ રૂપિયા આપવા પડતા હતા, તે હવે ખાલી ૧૪ રૂપિયામાં મળશે. આવી જ રીતે અડધો લીટરની બોટલ હવે ૯ રૂપિયામાં મળશે, જે પહેલા તેની કિંમત ૧૦ રૂપિયા હતી. આ નવા ભાવ ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે. હકિકતમાં ટ્રેનના કોચના રંગ અને ડિઝાઇનના પણ અલગ અલગ અર્થ હોય છે. કોચનો રંગ અને ડિઝાઇન તેમની વિશેષતાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. રેલવે વિવિધ ટ્રેનોમાં વિવિધ રંગોના કોચનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત કોચનો રંગ આપણને ટ્રેનની સ્પિડ વિશે પણ જણાવે છે. વિવિધ રંગો ટ્રેનને ઓળખવામાં સરળતા આપે છે. ઉદાહરણ તરીકે, શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસ ટ્રેનોમાં મોટાભાગે લાલ રંગના કોચ જાેવા મળે છે. રંગો કોચ ક્યાં છે તે ઓળખ આપવાની સાથે તેમની ગુણવત્તા વિશે પણ જણાવે છે. રેલવેનું કહેવું છે કે મુસાફરોના ખિસ્સાનો ભાર હળવો કરવા માટે આ પગલું ઉઠાવ્યું છે. રેલવેના જણાવ્યા અનુસાર, દર વર્ષે કરોડો લોકો રેલ નીર ખરીદે છે અને આ નાના એવા બદલાવથી લાખો મુસાફરોને રાહત મળશે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરો માટે આ મહત્ત્વનો ર્નિણય સાબિત થશે. રેલવેએ આ ખાતરી આપી છે કે નવા ભાવ સાથે બોટલની ગુણવત્તા અને શુદ્ધતા પર કોઈ અસર નહીં પડે.
લાંબા સમયથી મુસાફરો તરફથી રેલ નીરના ભાવ ઘટાડવાની માગ ઉઠી રહી હતી. મુસાફરોનું કહેવું હતું કે બહારથી પાણી ખરીદવા પર ઘણી વાર તેમને નકલી બોટલ અથવા વધારે કિંમત ચૂકવવી પડતી હોય છે. આવા સમયે રેલવે તેમને વિશ્વાસુ પાણી આપશે. રેલવેએ આ માગને ધ્યાનમાં રાખતા કિંમતોમાં કાપ મૂક્યો છે. હવે જ્યારે પેસેન્જર પ્લેટફોર્મ અથવા ટ્રેનમાંથી રેલ નીર ખરીદશે તો તેમને નવા ભાવે મળશે. ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થનારા આ ર્નિણયથી દરરોજ લાખો બોટલોના વેચાણ પર સીધી અસર પડશે. આશા છે કે આ બદલાવ બાદ વધારે લોકો રેલ નીરને પ્રાથમિકતા આપશે. આ અગાઉ રેલવેને પણ યાત્રીઓનો વિશ્વાસ મજબૂત કરવામાં મદદ મળશે.
