
અમૂલે ઘી, માખણ, આઈસ્ક્રીમ સહિત ૭૦૦ વસ્તુઓ સસ્તી કરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જણાવ્યું કે આ બદલાવ હવે આગામી ૨૨ સપ્ટેમ્બરથી લાગૂ થશે
દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ ઘી, માખણ, આઈસ્ક્રીમ, પનીર અને ચોકલેટ સહિત ૭૦૦થી વધારે સામાના કિંમતો ઘટાડવાની જાહેરાત કરી છે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જણાવ્યું કે આ બદલાવ ૨૨ સપ્ટેમ્બરથી લાગૂ થશે. કંપનીએ કહ્યું કે ય્જી્ દરમાં કાપનો પૂરેપૂરો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે.
નવા ભાવ અનુસાર, ૧૦૦ ગ્રામ માખણની છુટક કિંમત ૬૨ રુપિયાથી ઘટાડીને ૫૮ રુપિયા કરી દીધા છે. તો વળી ઘીની કિંમતમાં ૪૦ રુપિયાનો ઘટાડો કર્યો છે, જેનાથી હવે તે ૬૧૦ રુપિયા પ્રતિ લીટરમાં મળશે. એટલું જ નહીં, અમૂલ પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (૧ કિલો) હવે ૫૪૫ રુપિયામાં મળશે. જ્યારે પહેલા તેની કિંમત ૫૭૫ રુપિયા હતી.
કંપનીએ ફ્રોઝન પનીર (૨૦૦ ગ્રામ)ની કિંમત ૯૯ રુપિયાથી ઘટાડીને ૯૫ કરી દીધા છે. આવી જ રીતે આઈસ્ક્રીમ, બેકરી પ્રોડક્ટ્સ, માલ્ટ બેસ્ડ ડ્રિંક્સ, પીનટ સ્પ્રેડ અને ચોકલેટ્સ પર પણ કિંમતોમાં કાપ મુકાયો છે.
અમૂલનું કહેવું છે કે, ભારતમાં હાલમાં પણ પ્રતિ વ્યક્તિ ડેરી પ્રોડ્ક્ટનું વેચાણ ખૂબ જ ઓછું છે. કિંમતોમાં આ કાપ વેચાણને વધારશે અને ગ્રાહકોને પણ રાહત મળશે.
