Jaishankar: કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે સોમવારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો કરી હતી. તમને જણાવી દઈએ કે, મુઈઝુ, હસીના અને વિક્રમસિંઘે ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના સાત નેતાઓમાં સામેલ હતા જેઓ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.
સાથે કામ કરવા તૈયાર છે
જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું ભારત અને માલદીવ સાથે મળીને કામ કરવા આતુર છીએ.
ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો તંગ છે
જયશંકર મોદીની અગાઉની કેબિનેટમાં વિદેશ મંત્રી હતા. તેમણે રવિવારે કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા. ગયા વર્ષે 17 નવેમ્બરે ટાપુ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઇઝુની આ પ્રથમ ભારત મુલાકાત હતી. ચીન તરફી ઝુકાવ માટે જાણીતા મુઈઝુએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે. રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે ભારતીય સૈન્ય કર્મચારીઓને તેમના દેશમાંથી પાછા ફરવા કહ્યું.