
SHANTI બિલને મોદી કેબિનેટની મંજૂરી.હવે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ખાનગીકરણનો માર્ગ મોકળો!.૬૩ વર્ષ જૂના રાજ્યના એકાધિકારને તોડીને, હવે ખાનગી કંપનીઓને પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં ભાગીદારી મળશ.કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લેતાં SHANTI(Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India) બિલને મંજૂરી આપી દીધી છે. આ ઐતિહાસિક પગલાંથી હવે ખાનગી કંપનીઓ માટે ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશના દ્વાર ખૂલી ગયા છે.
આ બિલ ૧૯૬૨ના પરમાણુ ઊર્જા કાયદા પછીનો સૌથી મોટો સુધારો સાબિત થશે. ૬૩ વર્ષ જૂના રાજ્યના એકાધિકારને તોડીને, હવે ખાનગી કંપનીઓને પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં ભાગીદારી મળશે. જાેકે, સરકારી એજન્સીઓ સુરક્ષા અને સંચાલનનું નિયંત્રણ સંભાળશે, પરંતુ ખાનગી કંપનીઓ મૂડી, જમીન અને ટૅક્નોલૉજી લાવશે. આ પગલું દેશના આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવા અને ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવા માટે અનિવાર્ય છે.
આઝાદી પછી ભારતમાં પરમાણુ ક્ષેત્ર એક કિલ્લાની જેમ બંધ હતું. માત્ર પરમાણુ ઊર્જા વિભાગ(DAE)અને સરકારી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન(NPCIL) જ તેનું સંચાલન કરતા હતા. ૧૯૬૨ના કાયદામાં સ્પષ્ટ લખ્યું હતું કે ખાનગી કંપનીઓ કે રાજ્ય સરકારો પરમાણુ પ્લાન્ટ ચલાવી શકશે નહીં. પરિણામે, અત્યાર સુધીમાં માત્ર ૮ ય્ઉ ક્ષમતાના સરકારી પ્લાન્ટ્સ જ બન્યા છે, જે દેશની કુલ વીજળીનો માત્ર ૩% છે.
આ બિલ જૂના કાયદાઓ-૧૯૬૨નો Atomic Energy Act અને ૨૦૧૦નો Civil Liability for Nuclear Damage Act માં સંશોધન કરીને ખાનગી પ્રવેશનો માર્ગ ખોલશે. કંપનીની વ્યાખ્યા બદલીને Companies Act, ૨૦૧૩ હેઠળ રજિસ્ટર્ડ કોઈપણ ફર્મને લાઇસન્સ મળી શકશે.
ખાનગી કંપનીઓ જમીન, પાણી, મૂડી અને ટૅક્નોલૉજીમાં રોકાણ કરશે. તેઓ ઉત્પાદિત વીજળીના માલિક બનશે, એટલે કે વેચીને નફો કમાઈ શકશે. જ્યારે સરકાર એટલે કે NPCIL અથવા DAE જ રિએક્ટરની ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને સંવેદનશીલ સામગ્રી (યુરેનિયમ) સંભાળશે. આ બિલ ફેક્ટરીમાં બનતા સસ્તા, સુરક્ષિત અને ઝડપી સ્મોલ મોડ્યુલર રિએક્ટર(SMR)ના નિર્માણને પ્રોત્સાહન આપશે.




