
સ્લીપર ટ્રેન ગુવાહાટીથી કોલકાતા સુધી દોડશે.સ્લીપર ટ્રેન ગુવાહાટીથી કોલકાતા સુધી દોડશે.ટૂંકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટનની સંભાવના.નવા વર્ષના પહેલા જ દિવસે મોદી સરકારે દેશવાસીઓને મોટી ભેટ આપી છે. રેલ મંત્રાલયે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનના રૂટની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટીથી કોલકાતા સુધી દોડશે. આ ટ્રેનનું ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થવાની સંભાવના છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, આ વંદે ભારત સ્લીપર ટ્રેન પૂર્વ ભારત માટે ગેમચેન્જર સાબિત થશે. આ ટ્રેન પશ્ચિમ બંગાળ અને આસામના અનેક મહત્વના શહેરોને જાેડશે. તાજેતરમાં જ સ્વદેશી ટેકનોલોજીથી બનેલી આ ટ્રેનનો કોટા–નાગદા સેક્શન પર ૧૮૦ કિમી પ્રતિ કલાકની ગતિ સાથે સફળ હાઈ-સ્પીડ ટ્રાયલ પૂર્ણ થયો છે, જે રેલવે સુરક્ષા કમિશનરની દેખરેખ હેઠળ યોજાયો હતો.
રેલ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી ૬ મહિનામાં ૮ વંદે ભારત સ્લીપર ટ્રેનો પાટા પર દોડતી જાેવા મળશે, જ્યારે વર્ષના અંત સુધીમાં ૧૨ ટ્રેનો શરૂ કરવાની યોજના છે. તેમણે જણાવ્યું કે, આસામથી નીકળતી ટ્રેનમાં સ્થાનિક ભોજન મળશે, જ્યારે કોલકાતાથી નીકળતી ટ્રેનમાં બંગાળી ભોજન મળશે. ચાલો જાણીએ દેશની પહેલી વંદેભારત સ્લીપર ટ્રેનનો રૂટ અને ભાડું શું હશે. દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન કોલકાતા-ગુવાહાટી રૂટ પર દોડશે. આ ટ્રેન આખા બંગાળ અને આસામને કવર કરશે. ટ્રેનમાં કુલ ૧૬ કોચ હશે, જેમાં ૧૧ થર્ડ એસી કોચ, ૪ સેકન્ડ એસી કોચ અને ૧ ફર્સ્ટ એસી કોચ હશે. આ ટ્રેનમાં કુલ ૮૨૩ મુસાફરો એક સાથે આરામથી મુસાફરી કરી શકશે.
આધુનિક સુવિધાઓથી સજ્જ સ્લીપર ટ્રેન – વંદે ભારત સ્લીપર ટ્રેનને ખાસ કરીને લાંબા અંતરના આરામદાયક પ્રવાસ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ એક સેમી હાઈ-સ્પીડ ટ્રેન છે, જેની ડિઝાઈન સ્પીડ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાક છે. આમાં મુસાફરો માટે આરામદાયક અને મુલાયમ બર્થ લગાવવામાં આવ્યા છે. કોચની વચ્ચે આવવા-જવા માટે ઓટોમેટિક દરવાજા અને વેસ્ટિબ્યુલની સુવિધા છે. સારા સસ્પેન્શન અને ઓછા અવાજને કારણે ટ્રેનમાં મુસાફરી વધારે શાંત અને આરામદાયક હશે.
ટ્રેનમાં કવચ સુરક્ષા સિસ્ટમ અને ઇમરજન્સી ટોક-બેક સુવિધા છે. જેનાથી સુરક્ષા ઘણી વધી જાય છે. આ ઉપરાંત આ ટ્રેનમાં સાફ-સફાઈ માટે ડિસઇન્ફેક્ટન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકો પાયલટ માટે આધુનિક કંટ્રોલ અને સેફ્ટી સિસ્ટમવાળું એડવાન્સ ડ્રાઈવર કેબિન બનાવવા આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાન્યુઆરીમાં જ વંદે ભારત સ્લીપર ટ્રેનનું ઉદ્ઘાટન થવાની સંભાવના છે. આગામી ૧૫થી ૨૦ દિવસમાં, એટલે કે ૧૭ અથવા ૧૮ જાન્યુઆરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે. વંદે ભારત સ્લીપર ટ્રેનનું ભાડું સામાન્ય સ્લીપર ટ્રેનો કરતા વધુ હશે, પરંતુ સુવિધાઓને જાેતા યોગ્ય ગણાય છે. (થર્ડ એસી: રૂ.૨૩૦૦, સેકન્ડ એસી: રૂ.૩૦૦૦, ફર્સ્ટ એસી: રૂ.૩૬૦૦ હશે)




