વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે NCC રેલીને સંબોધશે. આ વર્ષની NCC રેલીમાં 24 દેશોના 2,200 થી વધુ NCC કેડેટ્સ ભાગ લેશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે રેલીનું આયોજન કરવામાં આવશે.
અમૃત કાલની એનસીસી થીમ
આ રેલીમાં વાઇબ્રન્ટ ગામોના 400 થી વધુ સરપંચો અને દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી 100 થી વધુ મહિલાઓ વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે.
‘એનસીસી ઓફ અમૃત કાલ’ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમ કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, PM મોદી સાંજે 4:30 વાગ્યે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં ‘એનસીસી ઓફ અમૃત કાલ’ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવશે જે અમૃત પેઢીના યોગદાન અને સશક્તિકરણને દર્શાવશે.