
પોલીસ કમિશનરે રહસ્યો ખોલ્યા.સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કાર્ડિયક અરેસ્ટથી થયું.રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે સાધ્વી પ્રેમ બાઈસાને પહેલાથી જ અસ્થમા અને શ્વાસની તકલીફ હતી.જાેધપુરમાં સાધ્વી પ્રેમ બાઈસાના નિધન સાથે જાેડાયેલો કેસ નવા વળાંક પર આવી ગયો છે. શહેરના પોલીસ કમિશનર ઓમ પ્રકાશે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્ત્વની વાત જણાવી છે. કમિશનરે જણાવ્યું કે મેડિકલ રિપોર્ટ અનુસાર, સાધ્વીનું મોત કાર્ડિયાક અરેસ્ટ અને શ્વાસની બીમારીના કારણે થયું છે. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે તેમને પહેલાથી અસ્થમા અને શ્વાસની તકલીફ હતી. પ્રેસ કોન્ફરન્સમાં કમિશનર ઓમ પ્રકાશે કહ્યું કે, એસઆઈટી તપાસમાં અમુક તથ્યો સામે આવ્યા છે, જેમાં બેદરકારીની વાત પણ નીકળીને સામે આવી છે. પ્રથમ દ્રષ્ટિએ કંપાઉન્ડર દેવી સિંહ રાજપુરોહિત પર બેદરકારીના સંકેત મળ્યા છે.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ડોક્ટરની રસીદ વિના ઇન્જેક્શન લગાવ્યા. સાથે જ એવો પણ સવાલ થયો કે આખરે દર્દીની હાલત બગડતા તેને હોસ્પિટલે કેમ ન મોકલી. એસઆઈટીને આ સંબંધમાં અમુક તથ્યો પણ મળ્યા છે. જાે કે પોલીસનું કહેવું છે કે અંતિમ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ તે અનુસાર, આગળની કાર્યવાહી કરવામાં આવશે. મેડિકલ અધિનિયમ અને કાનૂની જાેગવાઈ અંતર્ગત કંપાઉન્ડર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. આ મામલામાં સાધ્વીના પિતા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટ પણ ચર્ચામાં હતી. તેના પર પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું કે આ પોસ્ટને આ ઘટના સાથે કોઈ કનેક્શન નથી મળ્યું. તેમણે કહ્યું કે તપાસમાં પિતાનો કોઈ ખોટો ઇરાદો અથવા મેલેફાઈડ ઇન્ટેન્શન સામે આવ્યું નથી. પહેલાથી નોંધાયેલા કોઈ પણ કેસને આ ઘટના સાથે કોઈ સંબંધ નથી જાેવા મળ્યો.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હાલમાં તપાસ કરી રહી છે. અમુક તથ્યોને લઈને સામાન્ય લોકો પાસેથી પણ જાણકારી એકઠી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આખી તપાસ પારદર્શી તરીકે કરવામાં આવી રહી છે.
સ્થિતિ સ્પષ્ટ થશે. હાલમાં એટલું જ નક્કી છે કે કાર્ડિયાક અરેસ્ટ અને શ્વાસની બીમારી મોતનું કારણ બતાવ્યું છે. પણ બેદરકારીના એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે.




