
સીએમ સ્ટાલિને કરુર ભાગદોડના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી સ્ટાલિને ભાગદોડના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધીતમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને કરુર ભાગદોડના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધી. સ્ટાલિનના જણાવ્યા મુજબ, ગઈકાલે ટીવીકે (તમિલાગા વેત્રી કઝગમ)ના વડા અને અભિનેતા વિજયના જાહેર કાર્યક્રમ દરમિયાન થયેલી ભાગદોડની ઘટનામાં અત્યાર સુધીમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. અભિનેતા-પોલિટિશિયન વિજયની ‘તમિલનાડુ વેત્રી કઝગમ’ (ટીવીકે) ની રેલીમાં ૩૯ લોકોના મોત થયા બાદ કરુરની મુલાકાત લેતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને જણાવ્યું હતું કે, રિટાયર્ડ હાઇકોર્ટના ન્યાયાધીશ અરુણા જગતીસનની આગેવાની હેઠળના એક વ્યક્તિના કમિશનના અહેવાલના આધારે સંભવિત ધરપકડ સહિત કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં જાણવા મળ્યું છે કે, ૧૩ પુરુષો, ૧૭ મહિલાઓ, ૪ છોકરાઓ અને ૫ છોકરીઓ સહિત ૫૧ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મીડિયાને સંબોધન કર્યું અને કહ્યું કે, રાજકીય સભામાં આવી દુર્ઘટના અભૂતપૂર્વ હતી અને ક્યારેય ફરી ન થવી જાેઈએ.
સ્ટાલિને જણાવ્યું કે શનિવારે સાંજે ૭:૪૫ વાગ્યે ચેન્નાઈમાં તેમને આ ઘટનાની ખબર મળી અને તરત જ મંત્રીઓ તેમજ અધિકારીઓને પગલા લેવા કહ્યું. સ્ટાલિને દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, “આ ભયંકર દુર્ઘટનાનું વર્ણન કરવું મુશ્કેલ છે. રાજકીય પક્ષની સભામાં આટલા બધા લોકોના મોત પહેલીવાર બન્યા છે.”
પત્રકારોએ વિજયની ધરપકડ અંગે પૂછતા સ્ટાલિને કહ્યું, “હું રાજકીય કારણોસર જવાબ આપવા માંગતો નથી. અમે સમિતિ બનાવી છે અને કમિશનના અહેવાલ બાદ યોગ્ય કાર્યવાહી થશે.”
મુખ્યમંત્રીએ રાજ્યની ઝડપી કામગીરી અંગે વિગતવાર જણાવ્યું અને કહ્યું કે, આ કટોકટીનો સામનો કરવા માટે પાડોશી જિલ્લાઓમાંથી અધિકારીઓ અને તબીબી ટીમોને જાણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ વ્યક્તિગત દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, ટેલિવિઝન પર “ભયાનક દ્રશ્યો” જાેઈને તેઓ ચેન્નાઈમાં રહી શક્યા નહોતા અને રાત્રે ૧ વાગ્યે કરુર માટે રવાના થયા. પીડિતો અને બાળકો વિશે વાત કરતાં તેમનો અવાજ કંપી ઉઠ્યો અને શોકગ્રસ્ત પરિવારોને પૂરતા પ્રમાણમાં સાંત્વના આપવાની અશક્યતાનો સ્વીકાર કર્યો.
