
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો રામ મંદિર દાન ચોરી કેસ: ટિન્નુ યાદવ મોટો ખેલાડી નીકળ્યો ચોરેલી રકમ માત્ર મોજશોખમાં નથી ઉડાવી, પણ તેઓએ આ રકમને ડબલ કરવા માટે જાેરદાર પ્લાન બનાવ્યો હતો રામ મંદિરના દાન ચોરી કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ-તેમ ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ રામ મંદિરની દાન પેટીમાંથી ચોરેલી રકમ માત્ર મોજશોખમાં નથી ઉડાવી દીધી, પણ તેઓએ આ રકમને ડબલ કરવા માટે જાેરદાર પ્લાન પણ બનાવ્યો હતો. એટલે કે, આ તમામે રામ મંદિરમાંથી કથિત રીતે ચોરી કરેલા રૂપિયા શેરબજારમાં પણ લગાવ્યા હતા અને વ્યાજે પણ આપ્યા હતા. હવે તપાસ એન્જસીઓ આ આખા સિન્ડિકેટની એક-એક કડી જાેડી રહી છે.
રામ મંદિર દાન ચોરી કેસની તપાસમાં કથિત રીતે સામે આવ્યું છે કે, ચોરી કરેલા પૈસામાંથી થોડા રૂપિયા શેરબજારમાં પણ લગાવવામાં આવ્યા હતા અને થોડા રૂપિયા વ્યાજે પણ આપવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ સહિત અન્ય આરોપીએ આ પૈસાનું રોકાણ કર્યું હતું. ટિન્નુ યાદવે શેર માર્કેટમાં પૈસા લગાવ્યા હતા. આરોપીઓએ ચોરીની રકમ પોતાના સંબંધીઓ અને નજીકના લોકોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી અને પછી તેને પોતાના ખાતામાં પાછી મંગાવીને લેવડ-દેવડ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ગઈકાલે આખી રાત તપાસ ચાલું રહી – તપાસ દરમિયાન પોલીસ આરોપી અનુકલ્પ મિશ્રાને તેના ઘરે લઈને પહોંચી હતી અને તેના ઘરમાં તપાસ કરી હતી. આ સાથે તેના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા પોલીસ લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેયના ઘરેની તપાસ કરી ચૂકી છે. પોલીસે ત્રણેય આરોપીઓના સંબંધીઓના ૩૦ જેટલા બેંક એકાઉન્ટ ફ્રીજ કરી દીધા છે. પ્રાથમિક તપાસમાં આ ખાતાઓમાં ખાતાધારકોની આવક કરતા વધારે લેવડ-દેવડ થઈ હોવાની વાત સામે આવી છે.
ઘરની તપાસ દરમિયાન શું-શું મળ્યું? – પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓના ઘરમાંથી રોકડ, સોનાના દાગીના અને એક કાર પણ મળી આવી છે. જાેકે, કયા આરોપીના ઘરમાંથી શું મળી આવ્યું છે, તેની સત્તાવાર માહિતી હજુ સુધી પોલીસ દ્વારા આપવામાં આવી નથી. પૂછપરછમાં અનુકલ્પ મિશ્રા અને અવિનાશે કથિત રીતે સ્વીકાર્યું કે ચોરીના પૈસા તેમણે શેરબજારમાં લગાવ્યા અને વ્યાજે પણ આપ્યા હતા. ઘરની તપાસ દરમિયાન શું-શું મળ્યું? – પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓના ઘરમાંથી રોકડ, સોનાના દાગીના અને એક કાર પણ મળી આવી છે. જાેકે, કયા આરોપીના ઘરમાંથી શું મળી આવ્યું છે, તેની સત્તાવાર માહિતી હજુ સુધી પોલીસ દ્વારા આપવામાં આવી નથી. પૂછપરછમાં અનુકલ્પ મિશ્રા અને અવિનાશે કથિત રીતે સ્વીકાર્યું કે ચોરીના પૈસા તેમણે શેરબજારમાં લગાવ્યા અને વ્યાજે પણ આપ્યા હતા. જૂનના પ્રથમ સપ્તાહમાં રામ મંદિરની દાન પેટીના પૈસાની ગણતરીમાં કથિત ગડબડ હોવાનું સામે આવ્યું હતું. ટ્રસ્ટની ભલામણ બાદ ઉત્તર પ્રદેશ સરકારે જીૈં્ની રચના કરી હતી. જીૈં્ની પ્રારંભિક તપાસમાં ગડબડના સંકેત મળતાં હ્લૈંઇ નોંધવામાં આવી હતી અને ૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.




