
એક અરજીકર્તાએ CJI ને અપશબ્દો બોલી કાગળો ઉડાડ્યા ચીફ જસ્ટિસને અપશબ્દો બોલનાર વ્યક્તિને સુપ્રીમ કોર્ટે આપી માફી સુપ્રીમ કોર્ટે કહ્યું, અરજીકર્તાની સ્થિતિને જાેતા, અમે તેમની સામે કોઈ કાનૂની પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકતા નથી
સુપ્રીમ કોર્ટમાં શુક્રવારના રોજ એક અરજીકર્તાએ CJI ને અપશબ્દો બોલીને જજની બેન્ચ સામે કાગળો હવામાં ઉડાડી દીધા હતા, જેના કારણે કોર્ટરૂમમાં ભારે હોબાળો મચી ગયો હતો. જાેકે, કોર્ટે તેની સ્થિતિને જાેતા તેની સામે કોઈ પણ પ્રકારના કડક પગલાં ન લેવાનો ર્નિણય કર્યો છે. એટલે કે, કોર્ટે અરજીકર્તાને એક પ્રકારે માફ કરી દીધો છે. કોર્ટે જણાવ્યું કે, જ્યારે આ મામલો રજૂ કરવામાં આવ્યો ત્યારે મિસ્ટર પ્રબલ પ્રતાપ, જેઓ આ કેસમાં બંને અરજીકર્તાઓ વતી પિટિશનર-ઇન-પર્સન તરીકે રજૂ થયા હતા, તેમણે કેસ રજૂ કરવાને બદલે વાહિયાત અને અસંસદીય વાતો કહી હતી.
સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું, જાેકે, ઉપર જણાવેલ અરજીકર્તાની સ્થિતિને જાેતા, અમે તેમની સામે કોઈ કાનૂની પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકતા નથી. જ્યાં સુધી આ કેસની યોગ્યતા (મેરિટ)નો સવાલ છે, અમે રેકોર્ડ જાેયા છે, અમને વિવાદિત જજમેન્ટ/ઓર્ડરમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ યોગ્ય આધાર મળ્યો નથી. તેથી, સ્પેશિયલ લીવ પિટિશન (SLP) ફગાવી દેવામાં આવે છે. બધી જ પેન્ડિંગ એપ્લિકેશન, જેમાં પોતે હાજર થઈને દલીલ કરવાની પરમિશન અને પિટિશન ફાઈલ કરવાની પરમિશનની એપ્લિકેશન પણ સામેલ છે, તેનો નિકાલ કરવામાં આવે છે. આ ઘટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચ સમક્ષ બની હતી. અરજીકર્તા પ્રબલ પ્રતાપે અલ્હાબાદ હાઈકોર્ટમાંથી તેની રિટ પિટિશન ફગાવી દેવામાં આવ્યા બાદ, સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. આ મામલો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૭૩(૪) હેઠળ તેની અરજીને ખાનગી ફરિયાદમાં બદલી દેવામાં આવ્યા બાદ, દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો.
જ્યારે આ મામલા પર સુનાવણી શરૂ થઈ, ત્યારે અરજીકર્તાએ પીઠ (બેન્ચ) પર એક અસાધારણ ટિપ્પણી કરતા કહ્યું, ન્યાયિક સેવક મહોદય, હું તમને આદેશ આપું છું કે, તમે લખનૌના વિકાસ નગરના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવાનો ઓર્ડર આપો. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ન્યાયાધીશ વિશ્વનાથને પૂછ્યું, તમે મને આદેશ આપી રહ્યા છો? તમે અમને આદેશ આપી રહ્યા છો? થોડી જ ક્ષણો બાદ, કોઈ પણ ઉશ્કેરણી વિના, અરજીકર્તાએ કોર્ટરૂમની અંદર કેસના કાગળો હવામાં ઉડાડી દીધા, અને ઝ્રત્નૈં વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો. પરિસ્થિતિ બગડતી જાેઈને કોર્ટના સુરક્ષાકર્મીઓએ તરત જ તેને કાબૂમાં લીધો અને કોર્ટરૂમની બહાર લઈ ગયા. આ આખા ઘટનાક્રમ દરમિયાન બેન્ચે સંપૂર્ણ સંયમ જાળવી રાખ્યો હતો, અને આ આક્રોશ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. અરજીકર્તાને બહાર કાઢ્યા બાદ અદાલતે તે દિવસની કાર્યસૂચિમાં સામેલ બાકીના કેસોની સુનાવણી ફરી શરૂ કરી હતી.




