
(છગનલાલ મેવાડા ઘ્વારા)સુરત
આપણા સમાજ માં કેટલાક કુરિવાજો તેમજ ગજા બહારના ખર્ચા કરી છોકરા છોકરીના લગ્ન કરતાં હોય છે. લગ્ન પહેલા બંને પક્ષ એકબીજા પ્રત્યે એટલો પ્રેમ બતાવતાં હોયછે કે તેઓના પોતાના ભાઈ બહેન કરતાં એક બીજાને વધુ ચાહતા હોય છે. અને એટલી લાગણી ધરાવતા હોય છે. ખૂબ જ ઉત્સાહ અને એક બીજા સાથે સંબંધ કાયમના હોય એટલો વિશ્વાસ ધરાવતા હોય છે.એક બીજા વિરૂધ્ધ કોઈ પણ વાત સાંભળતા નથી કે એક બીજા ના અપમાન સહન કરી શકતાં નથી.આવા બે વેવાઈ કે વેવાણ મળે એટલે એક બીજા માટે જાન આપી દેવા તૈયાર હોય તેવું બતાવે વાસ્તવ માં એવું હોતું નથી.લગ્ન બાદ છોકરી સાસરે જાય અને સાસુ કે સાસરાથી નણંદ કે દિયર થી એક ભૂલ થાય કે કંઇ કહે એટલે છોકરી ના મોબાઈલ ચાલુ થઈ જાય છે.મોબાઈલ આવ્યા પછી માં નું વર્તન કાયમ બદલાઈ જાય છે અને છોકરી ને કાયમ માટે પોતાના ઘેર રાખવાના હોય તેમ છોકરી ને વારંવાર ફોન કરી ને વાતાવરણ ડોહોળતા હોય છે છોકરી દિવસમાં એક બે વાર ફોન કરી માબાપ ના ખબર અંતર પૂછે તેને કોઈ ના નથી માબાપ અઢાર વીસ વર્ષ છોકરી ને જન્મ આપી મોટી કરી હોય એટલે સ્વાભાવિક તેઓ પણ પોતાની છોકરી ની લાગણી રાખી ફોન કરે તેમાં કોઈને વાંધો હોવો જોઈએ નહીં.
છોકરી ના લગ્ન બાદ છોકરી ની જવાબદારી વધી જાય છે અને સાસુ સસરા ને માં બાપ સમજી તેમની સાથે વહેવાર કરવો જોઈએ તેના બદલે નાની નાની બાબતે પિયર માં ફરિયાદ કરવાથી ઝઘડાનું ઘર ઊભું થાય છે આને કારણે જે ઘર શાંતિ ચાલતું હોય ત્યાં વિખવાદ શરૂ થાય છે ઘણીવાર ઝગડા ને કોઈ કારણ ના હોય પરંતુ માં બાપ અને એકાદ સગા કે વડીલ ના અહમના કારણે છોકરીના ઘરમાં બિન જરૂરી કંકાશ થાય છે જે છોકરી કે દીકરી પિયર કે માં બાપ ની સલાહ પ્રમાણે ચાલે ત્યાં ઝઘડાને વાર લાગતી નથી.જ્યાં શાંતિ થી રહેવાનું હોય છોકરી ક્યારે દૂધ શાકભાજી કે કોઈ કારણસર બહાર જવાનું નહોય તેવા પરિવાર માં ઝગડા થાય ત્યારે આશ્ચર્ય થાય.છોકરીના માં બાપ જ્યારે એમ કહે કે મારી છોકરી અને જમાઈ વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ? આવા આક્ષેપ બરાબર નથી. જો કોઈ છોકરો વ્યસની હોય કુટેવ ધરાવતો હોય તે સિવાય અન્ય છોકરા છોકરી ના લગ્નજીવન શાંતિ થી ચાલવા જોઈએ વ્યસનો અને કુટેવો તેમજ ભાષા ઉપર કાબુ ના હોય વડીલો નું સન્માન ના જળવાય ત્યારે પરિવાર બહુ દુઃખી થાય છે. અમો એટલીજ સલાહ કે શિખામણ સાથે વિનંતી કરીએ છીએ કે છોકરા છોકરી ના જીવનમાં માં બાપ અથવા સાસુ સસરા એ લીમીટ માં જ સલાહ સૂચન કરવા જોઈએ.છોકરી ને સાસુ સસરા વિરુદ્ધ ઘર ના કોઈ સભ્ય વિરુદ્ધ કોઈપણ પ્રકાર ની ઉશ્કેરણી થી દૂર રહેવું જોઈએ
એકવાર છોકરી કે છોકરો તેના માબાપ ની હાજરીમાં સાસુ સસરા વિરુદ્ધ ખોટી ટિપ્પણી થી દૂર રહેવું જોઈએ.આ સંયુક્ત નિવેદન સમાજ માં કોઈ સમસ્યા ઉભી ના થાય તેવા શુભ આશય થી કરેલ છે તેની નોંધ લેવા વિનંતી.
ડી.સી. સોલંકી પ્રમુખ
ભાઈલાલ બી. વૈષ્ણવ ઉપપ્રમુખ, બીપીનભાઈ રાઠોડ ઉપપ્રમુખ
કાંતિભાઈ બી.સોલંકી મહામંત્રી, મયંકભાઇ જે. સોલંકી મહામંત્રી
શશીકાંત સોલંકી




