
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતમા એક સમયે લાંબા સમય સુધી ગુનાહિત પ્રવૃત્તિઓ પર લતિફ ગેંગના સાગરીતો ધ્વારા લાંબા સમય સુધી ગુજરાતમાં હત્યા, અપહરણ, ચોરી, જાહેરમા દારૂ-જુગાર, ખંડણી, કોઈની મિલકત પચાવી પાડવા જેવા અનેક ગુનામાં એક સરખું ગુનાહિત સામ્રાજય વર્ષો સુધી ચાલેલુ.
એક તરફ ગુજરાતમા પોરબંદરમા સરવણ મૂંઝા અને ભૂરા મૂંઝાની ગેંગો ધ્વારા તેમના સાગરીતો ધ્વારા પણગુજરાતમા ગુનાહિત પ્રવૃત્તિઓ જેવી કે હત્યા, અપહરણ, ચોરી, ખંડણી, જાહેરમા દારૂ-જુગાર, ખંડણી, કોઈની મિલકત પચાવી પાડવા જેવા વિવિધ ગુનાઓમાં આ ગેંગો પણ લાંબો સમય સુધી સક્રિય રહેલી. પરંતુ જે તે સમયના અધિકારીઓ, ગૃહમંત્રી અને સરકાર ધ્વારા જે તે સમયના જાબાંઝ અધિકારીઓને સૂચના આપતા તે મુજબ નિર્ણય લેતા હતા. એક સમયે અમદાવાદમા લતિફના દરીયાપુર પોપટીયાવાડ વિસ્તારમા નાના-મોટા કોન્સ્ટેબલો અને અધિકારીઓ ગુનેગારોને સમન્સ પાઠવવા કે તેઓને ઘરે ધડપકડ કરવા જતાં પણ પોલીસો લતિફ ગેંગ અને સાગરીતોથી ડરતી હતી. પરંતુ સરકારની મદદથી જાબાંઝ અધિકારી જેવાકે મહિલા IPS અધિકારી ગીતા જહોરી જેવા મહિલા હોવા છતાં તેઓ લતિફના ઘરમા ઘૂસીને તેનો કોલર પકડી ધડપકડ કરેલી.
ગુજરાતના પોલીસ અધિકારીઓમા એ.કે સુરલીયા, આશિષ ભાટિયા, પી.કે દત્તા, સતિષ વર્મા, તરુણ બારોટ, કુલદીપ શર્મા જેવા કેટલાક જાબાંઝ અધિકારીઓના નામથી ભલભલા ગુનેગારોની પેશાબ છૂટી જતો હતો. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની સરકારના સમયમા લતિફનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને એની ગેંગ અને સાગરીતોને લાંબા સમય સુધી જેલભેગા કરવામાં આવ્યા. કેટલાક ગુનેગારો આજદિન સુધી આજીવન સજા ભોગવી રહ્યા છે. એવી જ રીતે પોરબંદરમા સરવણ મૂંઝા અને ભૂરા મૂંઝાની ગેંગોનો સફાયો કરવા જાબાંઝ અધિકારી સતિશ વર્માની ત્યાં નિમણુંક કરવામાં આવેલી. અને જેતે સમયના ગૃહમંત્રી અને સરકાર ધ્વારા ગેંગવોર, માથાભારે તત્વોનોને જેલ ભેગા કરવામાં આવ્યા છે. આજ સુધી લતિફ ગેંગના માણસો અને પોરબંદર ગેંગના સાગરીતો કોઈપણ ગુનાનું નામ લેવાનું ભૂલી ગયા છે. નાના-મોટા ગુનેગારો વાતે વાતે કહેતા હતા કે “ હું લતિફ ગેંગનો માણસ છું કે પોરબંદર ગેંગનો માણસ છું. એમના આશીર્વાદ કે ઇશારાથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા હતા. પરંતુ આજની તારીખમા આવી કોઈ ગેંગ ગુજરાતમા સક્રિય નથી.
જે તે સમયના ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિઓ જેવી કે હત્યા, અપહરણ, ચોરી, ખંડણી, જાહેરમા દારૂ-જુગાર, ખંડણી, કોઈની મિલકત પચાવી પાડવા જેવા વિવિધ ગુનાઓના ગુનેગારોને જે તે સમયના જાબાંઝ પોલીસ અધિકારીઓ ગુનેગારોને જાહેરમા વરઘોડો /સરઘસ કાઢતા ન હતા. તેઓ ગુનેગારોના રિમાન્ડ લઈને કે અન્ય થર્ડ ડિગ્રી વાપરી ને ગુનેગારો પાસેથી ગુના કબુલાવતા હતા. ભવિષ્યમા કોઈ બીજો ગુનો ના આચારે તે માટે તેમની ખાસ સર્વિસ /ટ્રીટમેન્ટ કરતાં હતા. પરંતુ એ બધુ બંધ રૂમમા થતું હતું. જેમાં જાહેર જનતામા સિંઘમ બનવું કે પોતાની વાહવાહી માટે નહીં કરતાં હતા. અને તેઓ ગુજરાત સરકારની ગુડબુકમા નામ માટે નહીં પરંતુ તેઓની ફરજ માટે કામ કરતાં હતા.અને તેઓ ફરજનું પાલન કરતાં હતા. અને ગુજરાતના કોઈપણ શહેરમા અશાંતિ ફેલાય નહીં તેનો પૂરેપૂરો ખ્યાલ રાખતા હતા. આવા જાબાંઝ અધિકારીઓ કોઈપણ દિવસ જાહેરમા કોઈ આમંત્રિત ફંક્શનમા જતાં નહીં કે ફોટો સેશન કે રિલ્સો બનાવતા ન હતા કે કોઈ પણ જાતની પબ્લિસિટી મેળવતા ન હતા. પરંતુ અત્યારના SOG ના DCP આઇપીએસ અધિકારી રાજદીપસિંહ નકુમ નાના-મોટા ગુનેગારોનું જાહેરમા વરઘોડો/સરઘસ કાઢે તે IPS અધિકારીને શોભતું નથી. તેઓ પોતાની AC ઓફિસમા બેસી PI, PSI કે એમની ટીમ પાસે કામગીરી લેવી જોઈએ. સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટના કાયદાકીય આદેશ મુજબ નાનામા નાનો કોન્સટેબલ કે ઉચ્ચ અધિકારી જાહેર રસ્તામા ગુનેગારોનું વરઘોડો/સરઘસ નિકાળવું એ શરમજનક ઘટના છે. અમે ગુનેગારોને બચાવવા કે તરફેણ કરવા માંગતા નથી. કોઈપણ ગુનેગારોને કોઈપણ ગુના માટે કડકમા કડક સજા મળવી જોઈએ. પરંતુ જાહેરમા ગુનેગારને ૫-૧૦ લાફા મારવાથી ગુનો અટકી જવાનો નથી. એમને તો માત્ર ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સૂચનાઓથી કાયદાની કોઈપણ છટક બારીમાંથી છટકી ના જાય એવા કાગળો તૈયાર થવા જોઈએ. જેના થકી એમને લાંબા સમય સુધી જેલની સજા થાય, ટૂંક સમયમા એમની જામીન ના મળે તેવી કડકમા કડક સજા થવી જોઈએ.
ગુનેગારોની જાહેર રસ્તા મા રિલ્સો બનાવી કે ફોટોગ્રાફી કરવાથી એમનો જાહેર જનતામા કોઈ પણ ખોફ દૂર થવાનો નથી. એમને તો માત્ર ને માત્ર જેવા જેવા ગુના કરેલા હોય તેવા ગુના માટે કાયદાની જે જે કલમો લાગુ પડતી હોય તે કલમો ધ્વારા તેમના કાગળો બનાવી લાંબા સમય સુધી જેલની સજા ભોગવે તો જ એમની શાન ઠેકાણે આવે કે પછી એમને બંધ રૂમમા કાયદા મુજબ અદાલતના આદેશથી રિમાન્ડ લઈને કે અન્ય થર્ડ ડિગ્રી વાપરી ને ભવિષ્યમા કોઈ બીજો ગુનો ના આચારે તે માટે તેમની ખાસ સર્વિસ /ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે જેથી તેઓ આખી જિંદગી ગુનેગારીની દુનિયામાંથી કાયમ માટે સંન્યાશ લઈ લે. અથવા બીજી વખત કોઈ ગુનો આચરે નહીં એવી એની માનસિકતા થઈ જવી જોઈએ.
પરંતુ થોડાક સમય પહેલા અમદાવાદમા ક્રાઇમ બ્રાન્ચના DCP શરદ સિંગલ ચંડોળા તળાવમા એક નાના- મોટા ગુનેગારની માહિતી મળી કે જે દેશી તમંચો રાખતા હતા. એવી માહિતીના આધારે ગુનેગારને પકડવા માટે ક્રાઇમના DCP શરદ સિંગલ જાતે એમની ટીમ સાથે ચંડોળા તળાવ ગયેલા.અને એમ કહેવાયેલું કે ગુનેગારે DCP શરદ સિંગલ ઉપર ચપ્પુ-છરી વડે જીવલેણ હુમલો કરેલો ત્યારે DCP શરદ સિંગલે બાજુમા ઉભેલા પીઆઇની રિવોલ્વર લઈ ગુનેગારને યોગીની યુપી સરકારની પેટન્ટ માફક એના પગમા ગોળી મારેલી. જ્યા સુધી DCP શરદ સિંગલ PI ની રિવોલ્વર લઈ ગુનેગારને પગમા ગોળી મારેલી ત્યાં સુધી ગુનો આચારનાર ગુનેગાર તમારા ઉપર ચપ્પુ –છરી તાંકીને ઊભો રહેલો? આવી ઉચ્ચ અધિકારીની વાતો આમ જનતાને ગળે ઊતરે તેમ નથી. જેવી રીતે અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીને માત્ર એમની AC ઓફિસમાંથી PI, PSI કે એમની ટીમ ધ્વારા તેમના અનુભવો મુજબ કામગીરી લેવી જોઈએ. પરંતુ આજના ગુજરાતમા કંઈક જુદું જ થઈ રહ્યું છે. પોલીસ અધિકારીનું સરકારની ગુડબુકમા એનું નામ આવે કે સરકાર તરફથી એવોર્ડ મળે અને જનતામા તેમની વાહવાહી થાય તે આજના અધિકારીઓની માનસિકતા છે. ગૃહમંત્રી અને સરકારએ સાબિત કરવા માંગે છે કે અમારી સરકાર આમ જનતા માટે અમારા પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે. પરંતુ એ ખોટી વાહવાહી લેવા માટે છે. અને પોતાની પબ્લિસિટી લેવા માટે.
જેવી રીતે હાલ સુરતમા ૪૨ પોલીસ સ્ટેશન ના PI, PSI કે સ્ટાફ, ક્રાઇમ(DCB)બ્રાન્ચના અધિકારીઓ, ઇકોસેલ, સાયબર ક્રાઇમ, PCB જેવી અલગ-અલગ શાખાના અધિકારીઓ કે સ્થાનિક કક્ષાના અધિકારીઓ ગુનાહિત પ્રવૃતિઓને ડામતા જ હોય છે. પરંતુ સુરતમા તો કંઈક જુદું જ ચાલી રહ્યું છે. જે SOG ના કામગીરીમા નથી આવતું તે કામ પણ SOG ના DCP નકુમે નાસિરનગર નું ડિમોલેશન હોય કે કોઈપણ નાના-મોટા ગુના આચરેલા, જામીનમુકત થયેલા ગુનેગારો હોય એમને SOGની પોલીસ સ્ટેશનમા બોલાવી, જાહેરમા નાના-મોટા ગુનેગારોને ૫- ૧૦ ફટકા મારવાથી સરકારની ગુડબુકમા એમનું નામ આવે કે જાહેર જનતામા એમની વાહવાહી થાય તે માટે આવા કામ કરતાં હોય છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રીએ આવા SOG ના DCP નકુમ જેવા અધિકારીની ગુજરાત સરહદ ઉપર એન્ટિ ટેરેરીસ એક્ટિવિટી, આંતકવાદ કે મોટો ગુનો આચરણ કરી ગુજરાતમા અશાંતિ ફેલાવનારો કે કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી કરનારાઓને પકડી શકે એવા ગુજરાતના સંવેદનશીલ વિસ્તારમા તેમની બદલી કરવી જોઈએ. અને ત્યા તેમની પાસે આવી કામગીરી લેવી જોઈએ.




