
બાંગ્લાદેશ ક્રિકેટમાં ઉથલપાથલ મેચ ફિક્સિંગ મામલે ૭ ખેલાડી પર પ્રતિબંધ, BBC અધ્યક્ષને પણ હાંકી કાઢ્યા
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને નોઆખલી એક્સપ્રેસ ફ્રેન્ચાઈઝી સાથે જાેડાયેલા લોકોની પણ ફિક્સિંગમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું બાંગ્લાદેશ ક્રિકેટ અત્યારે ગંભીર સંકટ અને વિવાદોમાં ફસાયું છે. ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હવે મેચ ફિક્સિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટનામાં સાત ખેલાડીઓ પર પ્રતિબંધ ઝિંકાયો છે.
આ ઉપરાંત સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને પણ પદ પરથી હાંકી કાઢવાનો ર્નિણય લીધો છે.સીજેકેએસટેલેન્ટ કપ ૨૦૨૬ દરમિયાન શંકાસ્પદ રીતે આઉટ થવા બદલ તપાસ બાદ બાંગ્લાદેશના સાત ખેલાડીઓને મેચ ફિક્સિંગના દોષિત ઠેરવી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં સાકિબ હુસૈન, ઓબેદુલ આલમ, ઓમર ફારુક, તિન ધાર, માહિર અનવર, મોહમ્મદ ઈકબાલ અને નજમુલ ઈસ્લામનો સમાવેશ થાય છે. આ કૌભાંડમાં માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ કોચ અમીનુલ હક પર પણ શિસ્તભંગની કાર્યવાહી કરીને તમામ ક્રિકેટ ગતિવિધિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને નોઆખલી એક્સપ્રેસ ફ્રેન્ચાઈઝી સાથે જાેડાયેલા લોકોની પણ ફિક્સિંગમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.બાંગ્લાદેશ ક્રિકેટમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે સરકારે મોટો ર્નિણય લેતા મ્ઝ્રમ્ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલને પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને હવે પૂર્વ દિગ્ગજ ખેલાડી તમીમ ઈકબાલને બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અમીનુલના કાર્યકાળ દરમિયાન ભારત ખાતે રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમ ન મોકલવાના વિવાદાસ્પદ ર્નિણય અને ફિક્સિંગના મામલાઓને જાેતા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.




