
બુમરાહનો પંજાે, કુલદીપ અને સિરાજ પણ ચમક્યાદક્ષિણ આફ્રિકાને ૧૫૯ રનમાં ઓલ આઉટ કરી ભારતે રચ્યો ઇતિહાસકુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધીકોલકાતા ટેસ્ટના પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકા ૧૫૯ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી. આ દક્ષિણ આફ્રિકાનો ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ દાવનો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ, ઈડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવનો સૌથી ઓછો સ્કોર ૨૨૨ હતો. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે પણ બે-બે વિકેટ લીધી હતી.
એડન માર્કરમ અને રાયન રિકેલ્ટને ૫૭ રનની ઓપનિંગ ભાગીદારી સાથે દક્ષિણ આફ્રિકાને મજબૂત શરૂઆત અપાવી. ત્યારબાદ વિકેટો પડવાની શરૂઆત થઈ. માર્કરમ ૩૧ અને રિકેલટન ૨૩ રન બનાવીને આઉટ થયા. કેપ્ટન ટેમ્બા બાવુમા માત્ર ૩ રન બનાવીને આઉટ થયો. ટોની ડી જાેર્ઝીએ પણ સારી શરૂઆત કરી, પરંતુ તેમનો દાવ ૫૫ બોલમાં ૨૪ રન પર સમાપ્ત થયો.
ઈડન ગાર્ડન્સ ખાતે કોઈ વિદેશી ટીમ દ્વારા પ્રથમ ઇનિંગનો આ ત્રીજાે સૌથી ઓછો સ્કોર છે. અહીં કોઈ વિદેશી ટીમ દ્વારા પ્રથમ ઇનિંગનો સૌથી ઓછો સ્કોર બાંગ્લાદેશ પાસે છે, જે ૨૦૧૯માં ફક્ત ૧૦૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજાે સૌથી ઓછો સ્કોર વેસ્ટ ઈન્ડિઝના નામે છે, જે ૨૦૧૧માં ૧૫૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે, ૧૫૯ રનના સ્કોર સાથે, દક્ષિણ આફ્રિકા આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
જસપ્રીત બુમરાહએ આ ઇનિંગમાં ૧૪ ઓવર ફેંકી હતી, જેમાં માત્ર ૨૭ રન આપીને ૫ વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ૫ મેડન ઓવર પણ ફેંકી હતી. બુમરાહએ તેમની કારકિર્દીમાં ૧૬મી વખત ૫ વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો છે. જસપ્રીત બુમરાહ ઇશાંત શર્મા પછી ટેસ્ટ મેચના પહેલા દિવસે ૫ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બન્યો હતો. ઇશાંતે ૨૦૧૯માં બાંગ્લાદેશ સામે આ જ મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલે પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.




