
ICCએ ફટકારી કડક સજા, કરિયર જાેખમમાં ! ફિક્સિંગના આરોપમાં ફસાયો ભારતીય મૂળનો ક્રિકેટર ભારતીય મૂળના ખેલાડી અખિલેશ રેડ્ડી યુએસએ માટે રમે છે અને હવે મેચ ફિક્સિંગના આરોપોને કારણે સસ્પેન્ડ કરાયો છે
ભારતીય મૂળનો ક્રિકેટર અખિલેશ રેડ્ડી જે યુએસએ માટે રમે છે, તેના પર મેચ ફિક્સિંગની કોશિશ કરવાનો આરોપ છે. આઈસીસીએ તેને ભ્રષ્ટાચાર વિરોધી કોડના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કર્યો છે. તે હવે ક્રિકેટ મેદાનથી દૂર રહેશે. અબુ ધાબી T10 લીગમાં ચિંટીંગ કરવાની તેની આ ભૂલ ભારે પડી ગઈ અને આઈસીસીએ હવે તેને કડક સજા ફટકારી છે.
આનાથી તેની ક્રિકેટ કારકિર્દી જાેખમમાં મુકાઈ ગઈ છે. જ્યાં સુધી તેના પરના આરોપો ખોટા સાબિત ન થાય ત્યાં સુધી તે ક્રિકેટ મેદાનમાં પાછો નહીં ફરી શકે.
અખિલેશ રેડ્ડી અબુ ધાબી T10 ટુર્નામેન્ટમાં એસ્પેન સ્ટેલિયન્સ ટીમનો ભાગ છે અને અત્યાર સુધીમાં બે મેચ રમી ચૂક્યો છે. આઈસીસીએ તેને ભ્રષ્ટાચાર વિરોધી કોડ હેઠળ સસ્પેન્ડ કર્યો છે. કલમ ૨.૧.૧ હેઠળ, જે કોઈ મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરે છે અથવા જાણી જાેઈને પરિણામમાં છેડછાડ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
એવો પણ આરોપ છે કે તેણે અન્ય સાથી ખેલાડીને ચિટીંગ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કલમ ૨.૪.૭ મુજબ, તેણે ડેટા અને મેસેજ કાઢી નાખીને તપાસમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો. આ આરોપોને કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની સામેના આરોપોનો જવાબ આપવા માટે તેની પાસે ૧૪ દિવસનો સમય છે.
અખિલેશ રેડ્ડીએ હૈદરાબાદ માટે ઘરેલુ ક્રિકેટ રમી હતી પરંતુ પછી તે યુનાઇટેડ સ્ટેટ્સ સ્થળાંતરિત થઈ ગયો. ૨૦૨૫માં ૨૫ વર્ષીય ખેલાડીએ યુએસએ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ ઓફ-બ્રેક બોલરે યુએસએ માટે ચાર આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે ફક્ત એક વિકેટ લીધી છે. તેણે મેજર ક્રિકેટ લીગ અને અબુ ધાબી T10 લીગ જેવી મોટી ટુર્નામેન્ટમાં પણ પોતાની હાજરી દર્શાવી છે. જાેકે, સસ્પેન્શનને કારણે તેની કારકિર્દી હવે જાેખમમાં મુકાઈ ગઈ છે.




