
આ વખતે આયોજન ભારતમાં જ થઈ શકે છે. IPL ની હરાજી ૧૩ થી ૧૫ ડિસેમ્બર વચ્ચે થઈ શકે છે.આઈપીએલની ટીમો માટે ખેલાડીઓને રિટેન કરવાની ડેડલાઇન ૧૫ નવેમ્બર નક્કી કરવામાં આવી છે.આઈપીએલ ૨૦૨૬ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભલે ઈન્ડિયન પ્રીમિયમ લીગની આગામી સિઝન હજુ દૂર હોય, પરંતુ તે પહેલા ઓક્શન થસે અને ટીમો ખેલાડીઓને રિટેન પણ કરશે. આ વચ્ચે આઈપીએલની આગામી સિઝન પહેલા કેટલીક તારોખી સામે આવી છે, જે મહત્વની છે.
આ હરાજી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન પહેલા થશે. જાેકે, આ વખતે મેગા નહીં પણ મીની હરાજી યોજાશે. ક્રિકબઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હરાજી ૧૩ થી ૧૫ ડિસેમ્બરની વચ્ચે થશે. જ્યારે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરી નથી, એવું માનવામાં આવે છે કે આમાંથી એક તારીખ ટૂંક સમયમાં જ નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવશે.
આઈપીએલમાં સૌથી પહેલા બે સિઝન સુધી હરાજી એટલે કે ઓક્શનનું આયોજન ભારતની બહાર થયું હતું, પરંતુ આ વખતે મિની ઓક્શન હોવાને કારણે તેનું આયોજન ભારતમાં જ થઈ શકે છે. હરાજી કોલકત્તા કે બેંગલુરૂમાં યોજાઈ શકે છે, પરંતુ જાે કોઈ નવું સ્થળ સામે આવે તો ચોંકાવનારી વાત નથી.
આ વચ્ચે તે પણ સામે આવ્યું છે કે આઈપીએલ ટીમ પોતાના જે પણ ખેલાડીઓને રિટેન કરવા ઈચ્છે છે તેની છેલ્લી તારીખ ૧૫ નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ દિવસે તમામ ૧૦ ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ બીસીસીઆઈને સોંપવું પડશે.
આ વચ્ચે કઈ ટીમ ક્યા ખેલાડીઓને રિલીઝ કરશે તેની વિગત તે દિવસે સામે આવશે. પરંતુ મિની ઓક્શન પહેલા દરેક ટીમમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે.
જે ટીમોનું પ્રદર્શન આઈપીએલ ૨૦૨૫મા ખરાબ રહ્યું હતું, તેમાં ફેરફારની સંભાવના વધુ છે. તેમાં મુખ્ય રૂપથી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સનું નામ આવે છે. કેટલીક અન્ય ટીમો પણ ફેરફાર કરવાના મૂડમાં છે, પરંતુ હજુ સુધી ખેલાડીઓના નામ સામે આવ્યા નથી.
