
મેચમાં કેટલાક મોટા ફેરફારો જાેવા મળી શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20 મેચ ૨૯ ઓક્ટોબરે રમાશે એક તરફ ગિલ અને સૂર્યાનું ફોર્મ ચિંતાનો વિષય છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ રોમાંચક અંદાજમાં સમાપ્ત થઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે સિરીઝને ૨-૧થી પોતાના નામે કરી છે. હવે ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ આમને-સામને જાેવા મળશે. પહેલી T20 મેચ ૨૯ ઓક્ટોબરે રમાશે. આ સિરીઝમાં ભારતીય ટીમ વનડે સિરીઝની હારના ઘા રૂઝવામાં મદદ કરશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક મોટા ફેરફારો જાેવા મળી શકે છે.
શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝના ત્રણેય મેચમાં ફ્લોપ જાેવા મળ્યો છે. આવી સ્થિતિમાં ગિલને T20 સિરીઝની પહેલી મેચ માટે આરામ આપી શકાય છે. એશિયા કપમાં સંજુ સેમસનને ઓપનર તરીકે ડિમોશન થયું હતું અને શુભમન ગિલે ઓપનિંગ કરી હતી. જાે કે, ગિલનું બેટિંગ પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહોતું. બીજી તરફ સેમસનએ મિડલ ઓર્ડરમાં સારી બેટિંગ કરી હતી. તેથી ટીમ મેનેજમેન્ટ ગિલને આરામ આપવાનું અને સંજુ સેમસનને ફરીથી ઓપનર તરીકે રમવાનું વિચારી શકે છે.
શુભમન ગિલને એશિયા કપ ૨૦૨૫ પહેલા T20 ટીમના ઉપ-કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ગિલને રેસ્ટ આપવામાં આવે તેવી શક્યતા ઓછી છે. પ્લેઇંગ ઇલેવનમાં જસપ્રીત બુમરાહનું ટીમમાં કમબેક થશે અને અર્શદીપ સાથે એક્શનમાં જાેવા મળી શકે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના ફોર્મ પર પણ પ્રશ્નાર્થ છે. એશિયા કપમાં જીદ્ભરૂ બેટથી નિષ્ફળ રહ્યો હતો. જીદ્ભરૂનું પ્રદર્શન માર્ચ ૨૦૨૧થી ખાસ કરીને ખરાબ રહ્યું છે.
એક તરફ ગિલ અને સૂર્યાનું ફોર્મ ચિંતાનો વિષય છે, જ્યારે બીજી તરફ અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે અને કુલદીપ યાદવનું ફોર્મ ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુકશે.
આ બધા ખેલાડીઓએ એશિયા કપમાં ભારે તબાહી મચાવી હતી. બુમરાહ સાથે ટીમ વધુ ઘાતક બનશે. ફરી એકવાર આ યુવા ટીમને ભારે તબાહી મચાવતી જાેવા મળશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, શિવમ દુબે, રિંકુ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.




