
કપિલ દેવનું ચોંકાવનારું નિવેદન.જાે ગંભીર વર્તમાનમાં રમતો હોત તો ટી૨૦ નો સવર્શ્રેષ્ઠ બેટર હોત.દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ભારતની ૦-૨થી થયેલી હાર બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ટીકા થઈ રહી છે.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ૧૯૮૩ વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવે આધુનિક ક્રિકેટ, કોચની ભૂમિકા અને ભૂતકાળના દિગ્ગજાે વિશે અનેક ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના શતાબ્દી સત્રમાં બોલતા કપિલે સ્પષ્ટ કર્યું કે, ‘આજના સમયમાં કોચ કરતાં ‘મેનેજર’ની ભૂમિકા વધુ મહત્ત્વની છે.’દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ભારતની ૦-૨થી થયેલી હાર બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ટીકા થઈ રહી છે. આ અંગે કપિલ દેવે કહ્યું કે, ‘કોચ‘ શબ્દ હવે ગેરસમજ પેદા કરે છે.
ગૌતમ ગંભીર કોચ ન હોઈ શકે, તે ટીમ મેનેજર હોઈ શકે છે. કોચ એ હોય છે જે શાળા કે કોલેજમાં ટેકનિક શીખવે. ગંભીર કોઈ લેગ-સ્પિનર કે વિકેટકીપરને કોચિંગ કેવી રીતે આપી શકે? તેનું કામ ખેલાડીઓને મેનેજ કરવાનું અને તેમને પ્રોત્સાહિત કરવાનું છે.’કપિલ દેવે સુનીલ ગાવસ્કરની બેટિંગ ટેકનિકના વખાણ કરતા એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘જાે ગાવસ્કર આજના યુગમાં હોત તો તેઓ ્૨૦ ફોર્મેટમાં પણ નંબર-૧ બેટર હોત.’તેમણે સમજાવ્યું કે, ‘જે લોકો પાસે મજબૂત ડિફેન્સ હોય છે, તેમના માટે મોટા શોર્ટ્સ મારવા ખૂબ સરળ હોય છે. ક્રિકેટમાં ડિફેન્સ એ સૌથી મુશ્કેલ ભાગ છે. ગાવસ્કર પાસે શ્રેષ્ઠ ડિફેન્સ હતો, એટલે તેમની પાસે બોલ રમવા માટે વધારાનો સમય હોત અને તેઓ આક્રમક રીતે રમી શક્યા હોત.’ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે જણાવ્યું કે તેમને ક્રિકેટના તમામ ફોર્મેટ્સ ગમે છે. જાેકે, તેમનો આગ્રહ છે કે પાયાની રમત એટલે કે ‘ડિફેન્સ’ ક્યારેય નબળું ન પડવું જાેઈએ. ગંભીરની વ્યૂહરચના અને ખેલાડીઓના સતત બદલાવ અંગે થઈ રહેલી ટીકાઓ વચ્ચે કપિલ દેવનું આ નિવેદન ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે. તે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનિક શીખવવા કરતા ખેલાડીઓના માઈન્ડસેટને હેન્ડલ કરવું વધુ જરૂરી છે.




