ભારતીય ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદના કારણે પહેલા દિવસે રમત શરૂ થઈ શકી ન હતી. બીજા દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ દાવમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. આખી ટીમ 46 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 350થી વધુ રન બનાવ્યા છે.
ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ સદી ફટકારી હતી. આ સાથે તેણે 12 વર્ષનો દુષ્કાળ પણ ખતમ કર્યો છે. છેલ્લા 12 વર્ષથી બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ પણ કિવી બેટ્સમેને ટેસ્ટમાં સદી ફટકારી નથી. આ પહેલા 2012માં રોસ ટેલરે આ મેદાન પર સદી ફટકારી હતી. ટેલરે 113 રનની ઇનિંગ રમી હતી.
રચિન રવિન્દ્રનું બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ સાથે ખાસ જોડાણ છે. તેણે આ મેદાન પર વનડેમાં સદી પણ ફટકારી છે. 4 નવેમ્બર, 2023ના રોજ, રચિન રવિન્દ્રએ પાકિસ્તાન સામે ODI વર્લ્ડ કપમાં આ મેદાન પર સદી ફટકારી હતી. ત્યારબાદ રચિને 108 રનની ઇનિંગ રમી હતી.