
કુંબલે-હરભજનની યાદીમાં સામેલ.રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે મોટી સિદ્ધિ હાંસલ કરી.તેણે નવ ટેસ્ટમાં ૪૪ વિકેટ લીધી છે, કુંબલેએ ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે નવ ટેસ્ટમાં ૩૯ વિકેટ લીધી હતી.દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ હાલમાં આ ટેસ્ટ મેચમાં બેકફૂટ પર હોય તેવું લાગે છે. જાેકે, આ ટેસ્ટ મેચ દરમિયાન, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તેણે હવે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં ૫૦ વિકેટ લીધી છે, તે આ સિદ્ધ મેળવનારા પાંચમા ભારતીય બોલર છે.
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. તેમણે ૪૦ ઈનિંગ્સમાં ૫૪ વિકેટ લીધી હતી. પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ આ યાદીમાં બીજા સ્થાને છે. શ્રીનાથ ૨૫ ઈનિંગમાં ૬૪ વિકેટ લઈ ચૂક્યા છે. હરભજન સિંહ ૧૯ ઈનિંગમાં ૬૦ વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.પૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન આ યાદીમાં ચોથા સ્થાને છે. તેમણે ૨૬ ઇનિંગમાં ૫૭ વિકેટ લીધી હતી. હવે રવિન્દ્ર જાડેજાએ ૧૯ ઇનિંગમાં ૫૦ વિકેટ લીધી છે. હવે જાડેજાનું નામ આ યાદીમાં જાેડાઈ ગયું છે.
રવિન્દ્ર જાડેજા ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં ભારત માટે બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા છે. તેમણે હરભજન સિંહ અને અનિલ કુંબલેના રેકોર્ડને પાછળ છોડી દીધા. રવિચંદ્રન અશ્વિન ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે સાત મેચમાં ૪૬ વિકેટ લીધી હતી. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા બીજા ક્રમે છે. તેણે નવ ટેસ્ટમાં ૪૪ વિકેટ લીધી છે. કુંબલેએ ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે નવ ટેસ્ટમાં ૩૯ વિકેટ લીધી હતી.
ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકા પાસે ૫૦૦ રનથી વધુની લીડ છે. ચોથા દિવસે લંચ સુધીમાં, દક્ષિણ આફ્રિકાએ પોતાની બીજી ઈનિંગમાં ૨૨૦ રન બનાવી લીધા હતા. આફ્રિકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો અને ૪૮૯ રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમ પોતાની પહેલી ઈનિંગમાં ૨૦૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા બેકફૂટ પર હોય તેવું લાગે છે.




