રોહિતનો વિકલ્પ કોણ હશે?
કેએલ રાહુલ
રોહિત પર્થ ટેસ્ટ મેચમાં રમ્યો નહોતો. તેના સ્થાને કેએલ રાહુલે આ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી અને પ્રભાવિત કર્યા. જોકે, રાહુલ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેમ છતાં તે રોહિતની જગ્યા લેવાનો મોટો દાવેદાર છે. રાહુલ પાસે અનુભવ અને પ્રતિભા બંને છે. જો તે પાછળ રહે છે, તો તેનું એક કારણ એ હોઈ શકે છે કે ટીમ નવા ખેલાડીઓને જોઈ રહી છે.
અભિમન્યુ ઇશ્વરન
બંગાળનો અભિમન્યુ ઇશ્વરન, જે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે, તે પણ એક મજબૂત વિકલ્પ છે. તેણે પોતાની રમતથી સતત પ્રભાવિત કર્યા છે. તે ઘણી વખત ટીમમાં આવ્યો, પરંતુ પ્લેઇંગ-11નો ભાગ બની શક્યો નહીં. પસંદગીકારોને તેના પર વિશ્વાસ છે અને આ વાત પરથી સમજી શકાય છે કે તે સતત ભારત-Aનો ભાગ બની રહ્યો છે. આ જમણા હાથના બેટ્સમેને ઘરેલુ ક્રિકેટમાં 101 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે 48.87ની એવરેજથી 7674 રન બનાવ્યા છે. તેના નામે 27 સદી અને 29 અડધી સદી છે.
રૂતુરાજ ગાયકવાડ
એમએસ ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમીને પોતાની ઓળખ બનાવનાર જમણા હાથના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ પણ આ રેસમાં છે અને પ્રબળ દાવેદાર છે. તેની પ્રતિભાથી દરેક લોકો પ્રભાવિત છે અને તેથી જ ધોનીએ તેને ચેન્નાઈની કપ્તાની સોંપી છે. ગાયકવાડ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ સતત રન બનાવી રહ્યો છે. ટેક્નિકલ રીતે ગાયકવાડને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. તેણે 37 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 41.52ની એવરેજથી 2533 રન બનાવ્યા છે, જેમાં તેણે સાત સદી અને 13 અડધી સદી ફટકારી છે. તે ઈન્ડિયા-એ માટે સતત રમી રહ્યો છે અને તેની કેપ્ટનશિપ પણ કરી રહ્યો છે. ગાયકવાડ પણ યુવાન છે અને જો તક આપવામાં આવે તો તે લાંબા અંતરનો ઘોડો સાબિત થઈ શકે છે.
પ્રિયંક પંચાલ
અભિમન્યુની જેમ ગુજરાતનો પ્રિયાંક પંચાલ પણ છેલ્લા ઘણા સમયથી સ્થાનિક ક્રિકેટમાં દબદબો ધરાવે છે. આ જમણા હાથના બેટ્સમેનનું બેટ પણ રન બનાવી રહ્યું છે. ઘણી વખત તે ટીમમાં પણ આવ્યો, પરંતુ ડેબ્યૂ કરી શક્યો નહીં. ઇંગ્લેન્ડમાં તેનું ડેબ્યૂ નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ એવું બન્યું નહીં. સ્થાનિક ક્રિકેટમાં તેનો રેકોર્ડ પણ મજબૂત છે. આ બેટ્સમેને 125 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 44.75ની એવરેજથી 8683 રન બનાવ્યા છે, જેમાં 28 સદી અને 34 અડધી સદી સામેલ છે. પ્રિયંક પંચાલની ઉંમર તેના માર્ગમાં આવી શકે છે. તે હાલમાં 34 વર્ષનો છે અને ભારતને એવા ખેલાડીની જરૂર પડશે જે લાંબો સમય રમી શકે.
શુભમન ગિલ
ટીમ ઈન્ડિયાના ભવિષ્યના ગણાતા શુભમન ગિલે પોતાની કારકિર્દીની શરૂઆત ઓપનર તરીકે કરી હતી. યશસ્વી ટીમમાં જોડાયા બાદ તે નંબર-3 પર આવી ગયો. જો રોહિત બહાર જાય છે, તો ગિલ ફરીથી ઓપનિંગ માટે પોતાનો દાવો દાખવી શકે છે અને બીજા કેટલાક બેટ્સમેનને નંબર 3 પર અજમાવી શકાય છે. ઓપનર તરીકે ગિલનો રેકોર્ડ પણ સારો છે અને યશસ્વી સાથે તેની ટ્યુનિંગ પણ શાનદાર છે અને ગિલ પણ બહુ જૂનો નથી.