
Fake Call: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ યુઝર્સને કોલ પર ધમકીઓ આપતા સ્કેમર્સથી સાવધ રહેવા ચેતવણી જારી કરી છે. DoT એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી છે. આ પોસ્ટ અનુસાર, સ્કેમર્સ યુઝર્સને કોલ કરી રહ્યા છે અને તેમના મોબાઈલ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવાની ધમકી આપી રહ્યા છે.
DoT દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સ્કેમર્સ સંચાર સાથી અને ચક્ષુ પોર્ટલને ટાંકીને યુઝર્સને ધમકી આપી રહ્યા છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્કેમર્સ યુઝર્સને કોલ કરે છે અને નાણાકીય છેતરપિંડી માટે યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી કરે છે.
દૂરસંચાર વિભાગે અગાઉ વિદેશી નંબરો પરથી આવતા વોટ્સએપ કોલને લઈને આવી જ ચેતવણી જારી કરી છે. આ WhatsApp કૉલ્સ +92 અથવા અન્ય દેશના કોડવાળા નંબરોથી કરવામાં આવી રહ્યા હતા.
આ રીતે ફરિયાદ કરો
જો તમને પણ આવા કોલ આવી રહ્યા છે, તો તમે સાયબર-ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા www.cybercrime.gov.in પોર્ટલ પર ફરિયાદ કરી શકો છો.
DoT સાયબર ક્રાઈમ પર કડક
DoT એ સાયબર ક્રાઈમ સંબંધિત 700 થી વધુ SMS સામગ્રી નમૂનાઓને બ્લોક કરી દીધા છે. આ સાથે જ સરકારે દેશભરમાં સાયબર ફ્રોડ સંબંધિત 1.86 લાખ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરી દીધા છે.
