
વિઝા લેનારા લોકોમાંથી ૭૪ ટકા ટેક કન્સલ્ટિંગ ક્ષેત્રના USમાં તજજ્ઞ તબીબ-શિક્ષણવિદ આવકાર્ય, પરંતુ ટેક એન્જિનિયરની જરૂર નથી: લુટનિક.H1B વિઝાની ફી એક લાખ ડોલર કરવાથી વિદેશના સસ્તા ટેક કન્સલ્ટન્ટ યુએસ આવતા બંધ થશ. ભારતીયોને ટાર્ગેટ કરવાના હેતુથી જ ટ્રમ્પ સરકારે H1B વિઝા ફી એક લાખ ડોલર કરવાનો ર્નિણય લીધો હોવાનું મનાય છે. ભારત સરકારે વિઝા ફીમાં ફેરફાર માટે કવાયત શરૂ કરી છે ત્યારે ટ્રમ્પના ખાસ વિશ્વાસુ અને કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે દાવો કર્યાે છે કે, ફેબ્રુઆરી ૨૦૨૬ પહેલા H1B વિઝા પ્રોસેસમાં સંખ્યાબંધ મહત્ત્વના ફેરફારો આવશે. વિદેશથી અમેરિકામાં આવતા સસ્તા ટેક કન્સલ્ટન્ટના બદલે તજજ્ઞ તબીબ અને શિક્ષણવિદને H1B વિઝા મળવા જાેઈએ. ભારતમાંથી હજારો લોકો કામચલાઉ વર્ક વિઝા પર અમેરિકામાં રોજગારી મેળવી રહ્યા છે અને પરિવાર સાથે વસવાટ કરે છે. વિઝા ફીમાં વધારાની સૌથી મોટી અસર આવા ભારતીયોને થવાની છે ત્યારે યુએસ સરકારે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, વર્તમાન H1B વિઝા ધારકોને નવી જાેગવાઈ લાગુ પડશે નહીં અને એક લાખની ફી માત્ર નવા વિઝા અરજદારો પાસેથી લેવામાં આવશે. ફેબ્રુઆરી ૨૦૨૬થી આ જાેગવાઈનો અમલ થવાનો છે ત્યારે લુટનિકે ગાઈ-વગાડીને તેના ગુણગાન ગાવાનું શરૂ કરી દીધું છે. લુટનિકે જણાવ્યુ હતું કે, ૨૦૨૬ પહેલા નોંધપાત્ર ફેરપારો જાેવા મળશે. સૌથી મોટો ફેરફાર તો એ આવશે કે, H1B વિઝાને લોટરીની જેમ અપાય છે, પરંતુ આ લોટરી નથી. ફેબ્રુઆરી મહિના સુધીમાં લોટરી સીસ્ટમ પણ ઉકેલાઈ જશે. મોટી ટેક કંપનીઓ કુશળ કામદારોને લોટરી પદ્ધતિની મદદથી અમેરિકા બોલાવે છે. ૧૯૯૦ના વર્ષમાં H1B વિઝાની પ્રક્રિયા સર્વ સંમતિથી નક્કી થઈ હતી, પરંતુ તેનો સમગ્ર હેતુ માર્યાે ગયો છે અને હવે પરિવર્તનની જરૂર છે. વિઝા લેનારા લોકોમાંથી ૭૪ ટકા ટેક કન્સલ્ટિંગ ક્ષેત્રના હોય છે. H1B માત્ર ટેક કન્સલ્ટન્ટ માટે નથી. શિક્ષણવિદો અને તબીબોને તો માત્ર ૪ ટકા વિઝા જ મળે છે. ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા તજજ્ઞ તબીબો અને શિક્ષણવિદોએ અમેરિકા આવવું જાેઈએ, પરંતુ કંપનીઓની ઈચ્છા માત્ર એન્જિનિયર્સને લેવાની હોય તો તેમણે વધારે નાણા ચૂકવવા તૈયાર રહેવું જાેઈએ.
