
ઓળખ છૂપાવીને મહિલાઓએ મીડિયા સમક્ષ આપવીતી વર્ણવી.ગાઝામાં સંતાનોને ભુખમરાથી બચાવવા મહિલાઓ દેહ વેપાર કરવા મજબૂર થઇ.સંબંધના બદલામાં ભોજન, પાણી, રોજગારની લાલચ, કેટલીક ગર્ભવતી બની હોવાનો સંસ્થાઓનો ખુલાસો.ઇઝરાયેલે ગાઝાને ખંડેરમાં ફેરવી નાખ્યું છે, ઠેરઠેર ભુખમરો ફાટી નીકળ્યો છે અને હજારો બાળકો કુપોષણનો શીકાર બની રહ્યા છે. આ મજબુરીનો ફાયદો ઉઠાવીને ગાઝાની મહિલાઓનું શોષણ થવા લાગ્યું છે. મદદના બહાને અનેક પુરુષો ગાઝાની મહિલાઓને શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કરી રહ્યા છે. આ ખુલાસો નામ ના આપવાની શરતે ખુદ પીડિત મહિલાઓએ કર્યાે છે. જ્યારે સ્થાનિક સ્તરે કામ કરતી સંસ્થાઓને પણ આ જાણકારી મળી છે.આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સીઓએ આ પીડિત મહિલાઓનો સંપર્ક કર્યાે હતો, આશરે છ જેટલી મહિલાઓએ પોતાની સાથે થયેલા શોષણ અંગે આપવીતી વ્યક્ત કરી હતી. નામ ન આપવાની શરતે મહિલાઓએ પોતાનો અનુભવ વ્યક્ત કર્યાે હતો, એક મહિલાએ કહ્યું હતું કે મારા બાળકો ભુખ્યા હતા, એવામાં મારો એક પુરુષે સંપર્ક કર્યાે અને મને મદદ કરવા, નોકરી અપાવવા સહિતનું વચન આપ્યું બદલામાં મને શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું. મજબુરીમાં હું આ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી, બાદમાં મને આર્થીક અને રોજગારીમાં મદદ પણ મળી હતી. કેટલીક મહિલાઓએ કહ્યું હતું કે સ્થાનિક સ્તરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા જે મદદ કરવા માટે માણસો રખાયા છે તેઓ મદદના બહાને અમારો સંપર્ક
નંબર લઇ જાય છે. બાદમાં અમને ફોન કરીને કે રૂબરૂ મળીને શારીરિક સંબંધની માગણી કરે છે. તેઓ સીધા માગ નથી કરતા પણ કેટલાક શબ્દોનો પ્રયોગ કરે છે જેમ કે મને સ્પર્શ કરવા દે, કેટલાક કહે છે મારે તારી સાથે લગ્ન કરવા છે અથવા એમ પણ કહે છે કે છોડા સમય માટે ક્યાંક સાથે રહીએ. બદલામાં ભોજન, પાણી, ટેન્ટ કે નોકરીની ઓફર કરે છે. ગાઝાની મહિલાઓ સાથે કામ કરતા ચાર સાયકોલોજિસ્ટે કહ્યું હતું કે કેટલીક મહિલાઓ ગર્ભવતી પણ બની છે, અનેક સાથે શારીરિક શોષણ થઇ રહ્યું છે.
