
ઇરાન યુદ્ધની અસર માનવીય સહાય સંકટમાં જરૂરિયાતમંદો માટે ખોરાક-દવાઓનો સપ્લાય ઠપ વર્લ્ડફૂડ પ્રોગ્રામ સહિતની સંસ્થાઓની લાખો ટન રાહત સામગ્રી ભારત-દુબઈમાં અટવાઈ મધ્યપૂર્વમાં સંઘર્ષને કારણે માનવીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. યુદ્ધને કારણે વિશ્વભરમાં લાખો જરૂરિયાતમંદ લોકોને ખોરાક અને દવા પહોંચાડવામાં મોટો અવરોધ ઊભો થયો છે.યુદ્ધથી હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના શિપિંગ માર્ગ જ બંધ થયા છે. તેનાથી કોરોના મહામારી પછી સૌથી મોટો શિંપિગ અવરોધ ઊભો થયો છે અને માનવતાવાદી સામગ્રીની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. લાખ્ખો લોકો ભૂખમરાનો શિકાર બને તેવી ભીતિ છે, એવી વિવિધ માનવતાવાદી સંગઠનોએ ચેતવણી આપી છે. હોર્મુઝ સ્ટ્રેટ જેવા મુખ્ય માર્ગાે બંધ થયા પછી દુબઈ, દોહા અને અબુ ધાબી જેવા વ્યૂહાત્મક કેન્દ્રોના માર્ગાે પણ પ્રભાવિત થયા છે.
ઊંચા ઇંધણ અને વીમા દરોને પરિવહન ખર્ચમાં મોટો વધારો થયો છે, જેનો અર્થ એ છે કે સમાન રકમથી ઓછો પુરવઠો પહોંચાડી શકાય છે.વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ જણાવ્યુ હતું કે હજારો મેટ્રિક ટન ફૂડના પરિવહનમાં વિલંબ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બચાવ સમિતિની આશરે ૧.૩૦ લાખ ડોલરની કિંમતની દવાઓ દુબઇમાં ફસાયેલી છે, જે યુદ્ધગ્રસ્ત સુદાનમાં મોકલવાની છે. આ ઉપરાંત સોમાલિયામાં કુપોષિત બાળકો માટેની ફૂડ સામગ્રીના આશરે ૬૭૦ બોક્સ ભારતમાં અટવાયેલા છે. યુએન પોપ્યુલેશન ફંડના જણાવ્યા મુજબ ૧૬ દેશોમાં ઇક્વિપમેન્ટ મોકલવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘના જણાવ્યા મુજબ કોવિડ પછી આ સૌથી મોટો સપ્લાય ચેઇન અવરોધ ઊભો થયો છે. શિપમેન્ટના ખર્ચમાં ૨૦ ટકા વધારો થયો છે અને રૂટ બદલવાને કારણે સામગ્રી સમયસર પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે. આ યુદ્ધ ઇરાન અને લેબનોનમાં નવી કટોકટી ઊભી કરી રહ્યું છે. લેબનોનમાં ઓછામાં ઓછા દસ લાખ લોકો વિસ્થાપિત બન્યાં છે. ડોક્ટર્સ વીધાઉટ બોર્ડર્સે જણાવ્યું કે સોમાલિયામાં ઈંધણના ભાવ વધતાં પરિવહન અને ખોરાક ખર્ચ વધ્યો છે, જેના કારણે લોકો માટે સારવાર મેળવવી મુશ્કેલ બની છે. નાઈજીરિયામાં ઈંધણના ભાવ ૫૦% વધ્યા છે અને ક્લિનિકોને જનરેટર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.ચેતવણી આપી છે કે જાે જૂન સુધી સંઘર્ષ ચાલુ રહેશે તો ૪.૫ કરોડ વધુ લોકો ભૂખમરાનો ભોગ બનશે. હાલમાં વિશ્વભરમાં આશરે ૩૨ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે.




