
સાઉદી અરબમાં હુથીઓના હુમલા વધ્યા સાઉદી ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું જ્યાં સુધી જાેખમ ઓછું ન થાય ત્યાં સુધી લોકો પોતાના ઘરમાં રહે અને ખુલ્લી જગ્યાએ ઊભા રહેવાનું ટાળવા જણાવાયું
છેલ્લા ઘણા સમયથી સાઉદી અરબમાં હુથી વિદ્રોહીઓના હુમલા વધી રહ્યા છે. ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓના હુમલાને લઈને રિયાદમાં ભારતીય દુતાવાસ તરફથી ભારતીય નાગરિકોને સુરક્ષિત સ્થાને રહેવા અપીલ કરી છે. ભારતીય દૂતાવાસ તરફથી સાઉદી અરબમાં રહેતા ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું છે કે વિદ્રોહીઓના હુમલા પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે ઇમર્જન્સી સુરક્ષા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે. જ્યાં સુધી જાેખમ ઓછું ન થાય ત્યાં સુધી લોકો પોતાના ઘરમાં રહે અને જાહેર કે ખુલ્લી જગ્યાએ ઊભા રહેવાનું પણ ટાળે.
ભારતીય દૂતાવાસ તરફથી જે અપીલ જાહેર કરવામાં આવી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે સાઉદી અરબમાં હુથી વિદ્રોહીઓના હુમલા વધી રહ્યા છે. આ સ્થિતિમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય દુતાવાસ તરફથી લોકોને કહેવામાં આવ્યું છે કે લોકો ખુલ્લી જગ્યાઓએ જવાનું ટાળે અને ઘરની સુરક્ષિત જગ્યાએ રહે. સંકટ ઓછું ન થાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. દૂતાવાસ તરફથી ખાસ એ વાત કહેવામાં આવી છે કે લોકો પોતાના ઘરની અગાસી, બાલકની, બારીઓથી પણ દૂર રહે. ઘરની અંદરના ભાગમાં સુરક્ષિત જગ્યા હોય તે જગ્યાએ રહેવું વિતાવહ છે. ભારતીય દુતાવાસ તરફથી જાહેર કરેલા નિર્દેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકો ભીડથી દૂર રહે અને જે જગ્યાએ જાેખમ વધારે છે તેવી જગ્યાએ જવાનું ટાળે. આ સિવાય એવો આગ્રહ પણ કરવામાં આવ્યો છે કે હુમલાને લઈને તસવીરો કે વિડીયો સોશિયલ મીડિયા પર શેર ન કરવામાં આવે.
સાઉદી અરબમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દુતાવાસે જે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કાર ચલાવતી વખતે જાે એલર્ટ મળે તો કારને પુલ કે ઊંચી ઇમારતથી દૂર સેફ જગ્યાએ ઊભી રાખી દેવી. આ એડવાઈઝરી સાથે લોકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જાેખમની સ્થિતિ હોય ત્યારે લોકો હેલ્પલાઇન નંબર પર કોલ કરીને મદદ માગી શકે છે.
ઉલ્લેખનીય છે કે ૧૦ ઓક્ટોબરથી હુથીઓના હુમલા વધી ગયા છે.. ૧૦ ઓક્ટોબરે સૌથી પહેલા રિયાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી હુથીઓ દ્વારા સાઉદી અરબ ઉપર ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે જેના કારણે ભારતીયોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે. ભારતીયોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૂતાવાસ તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
એડવાઈઝરીમાં લોકોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી નિર્દોષોનું પાલન કરવામાં આવે. ડ્રોન અને હવાઈ હુમલાથી બચવા માટે ઘરની અંદર રહે અને ખુલ્લી જગ્યા પર એકઠા ન થાય. આ સિવાય કોઈપણ ઘટના સંબંધિત ફોટો કે વિડિયો શૂટ કરીને તેને પબ્લિશ કરવાનું પણ ટાળવાનું કહેવામાં આવ્યું છે.




