
વૈશ્વિક ઇન્ટરનેટ ઍક્સેસ બંધ કરવામાં આવશે.ઈરાની પોતાનું ઇન્ટરનેટ બનાવવાની તૈયારીમાં.સરકાર દ્વારા મંજૂર કરાયેલા લોકો જ ઈરાનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.ઈરાન પોતાનું રાષ્ટ્રીય ઇન્ટરનેટ બનાવવીની તૈયારી કરી રહ્યું છે. જે પોતાને વૈશ્વિક ઇન્ટરનેટથી અલગ કરી શકે છે. એક અહેવાલ મુજબ ઈરાન વૈશ્વિક ઇન્ટરનેટથી પોતાને કાપી નાખશે. જાે કે, સરકાર દ્વારા જેમને મજુરી મળશે તેઓ જ બાકીના વિશ્વ સાથે જાેડાઈ શકશે.
અને જનતાને અનેક પ્રતિબંધો સાથે “રાષ્ટ્રીય ઇન્ટરનેટ” આપવામાં આવશે. સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોને કારણે ઈરાન માં છેલ્લા ૧૨ દિવસથી ઇન્ટરનેટ બંધ છે, જેના કારણે નાગરિકોનો વિશ્વના અન્ય ભાગોથી સંપર્ક કપાઈ ગયો છે. વિશ્વભરમાં એવા અવાજાે ઉઠી રહ્યા છે કે ઈરાન વાણી સ્વાતંત્ર્યને દબાવી રહ્યું છે. આ ચિંતા હવે વધુ વધી શકે છે.
એક અહેવાલ આપવામાં આવ્યો છે કે ઈરાની સરકાર એક ગુપ્ત યોજના પર કામ કરી રહી છે. આ યોજના હેઠળ, વૈશ્વિક ઇન્ટરનેટનો ઉપયોગ “સરકારી સુવિધા” તરીકે કરવાની મંજૂરી આપવામાં આવશે.
સરળ શબ્દોમાં કહીએ તો, ફક્ત સરકાર દ્વારા મંજૂર કરાયેલા લોકો જ ઈરાન માં વૈશ્વિક ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. આ સુવિધા સામાન્ય લોકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. જાે આવું થશે, તો ઈરાનમાં ઓનલાઈન દુનિયા સંપૂર્ણપણે બદલાઈ જશે.
જેમને સરકારની મંજૂરી મળશે તેઓ વૈશ્વિક ઇન્ટરનેટના “ફિલ્ટર્ડ વર્ઝન”નો ઉપયોગ કરી શકશે, એટલે કે તેમની પાસે સંપૂર્ણ ઍક્સેસ રહેશે નહીં. સામાન્ય લોકો “સરકારી ઇન્ટરનેટ”નો ઉપયોગ કરશે. આને એક એવું ઇન્ટરનેટ તરીકે સમજી શકાય છે જે બાકીના વિશ્વથી સંપૂર્ણપણે કપાયેલું છે.
ઈરાન માં ઇન્ટરનેટ શટડાઉન હવે કાયમી છે. આ પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે. ફિલ્ટરવોચના નેતા અમીર રશીદીના જણાવ્યા અનુસાર, ફક્ત સુરક્ષા મંજૂરી ધરાવતા લોકો જ વૈશ્વિક ઇન્ટરનેટના “ફિલ્ટર્ડ” સંસ્કરણને ઍક્સેસ કરી શકશે. તમને જણાવી ઈરાનમાં ઇન્ટરનેટ શટડાઉન ૮ જાન્યુઆરીથી અમલમાં છે.
ઇરાનમાં વૈશ્વિક ઇન્ટરનેટ શટડાઉન ઓછામાં ઓછા ૨૦ માર્ચ સુધી ચાલુ રહી શકે છે. જાે તે પછી પણ ખુલ્લું રહેશે, તો તે કાયમી ઇન્ટરનેટ શટડાઉનની શરૂઆત થઈ શકે છે.
જાેકે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિચાર ભયાનક છે અને સાંસ્કૃતિક અને આર્થિક અસરો સાથે ઈરાન ને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. અહેવાલ મુજબ, ઈરાની સરકાર વર્તમાન નિયંત્રણોથી ખુશ છે અને માને છે કે ઇન્ટરનેટ શટડાઉનથી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ મળી છે.




