
ન્યૂયોર્કમાં માદુરોને ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.અમેરિકાની સૌથી ડરામણી જેલમાં રાખવામાં આવ્યા રાષ્ટ્રપતિ માદુરોને.માદુરોએ પોતાના સાથીઓને ‘ગુડ નાઈટ, હેપ્પી ન્યૂ યર’ કહીને હોલમાં પ્રવેશ કર્યો હતો.વેનેઝુએલાની રાજનીતિ અને અમેરિકાની સૈન્ય કાર્યવાહીએ દુનિયાને હચમચાવી દીધી છે. અમેરિકાના સૈનિકો દ્વારા ધરપકડ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને હવે ન્યૂયોર્કમાં અમેરિકાની સૌથી વિવાદાસ્પદ અને ડરામણી જેલમાં રાખવામાં આવ્યા છે. હિંસા, ભીડભાડ, અંધકાર અને ડર માટે બદનામ આ જેલમાં માદુરોનું રહેવું અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.
વેનેઝુએલા પર અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે ન્યૂયોર્કના સ્ટીવર્ટ એર નેશનલ ગાર્ડ બેઝ પર વિમાનમાંથી ઉતરેલા માદુરોના હાથમાં હથકડી લાગેલી હતી. તેમનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સ્મિત સાથે બે ડ્ઢઈછ અધિકારીઓ સાથે ફેસિલિટીમાં જતા જાેવા મળ્યા. માદુરોએ પોતાના સાથીઓને ‘ગુડ નાઈટ, હેપ્પી ન્યૂ યર’ કહીને હોલમાં પ્રવેશ કર્યો હતો.અમેરિકી અધિકારીઓએ માદુરોને કારાકાસના મિલિટરી બેઝ પરથી અટકાયતમાં લીધા હતા. ન્યૂયોર્ક પહોંચ્યા પછી તેમનું આગામી ઠેકાણું મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરછે.સ્ડ્ઢઝ્ર મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર ન્યૂયોર્કની એક ફેડરલ જેલ છે, જે ૧૯૯૦ના દાયકામાં ભીડભાડ ઓછી કરવા માટે બનાવવામાં આવી હતી. આ જેલ ગંદકી, કર્માચારીઓની અછત, કેદીઓ સાથે થતી હિંસા અને લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાવાને કારણે બદનામ છે. અહીં અનેક હાઈ-પ્રોફાઈલ કેદીઓ રહી ચૂક્યા છે, જેમ કે સિંગર આર. કેલી, માર્ટિન શ્રેલી, જેફરી એપસ્ટીનની સહયોગી ઘિસલેન મેક્સવેલ અને ડ્રગ કાર્ટેલ લીડર ઈસ્માઈલ ‘એલ મેયો‘ ઝામ્બાડા ગાર્સિયા વગેરે.સ્ડ્ઢઝ્રમાં કેદીઓ વચ્ચે હિંસા સામાન્ય છે. રિપોર્ટ્સ અનુસાર, જૂન ૨૦૨૪માં અહીં એક કેદીની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના એક મહિના પછી અન્ય એક કેદીનું મારામારીમાં મોત થયું હતું. આ અગાઉ ૨૦૧૯માં એક અઠવાડિયા સુધી વીજળી ગુલ થઈ જવાથી કેદીઓ ભીષણ ઠંડી અને અંધારામાં ફસાયેલા રહ્યા હતા. ત્યારબાદ ન્યાય વિભાગે તપાસ કરી અને ૧૬૦૦ અસરગ્રસ્ત કેદીઓને ૧ કરોડ ડોલરનું વળતર આપ્યું હતું.
ન્યૂયોર્કમાં માદુરોને ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેમની સામે ડ્રગ્સ તસ્કરી અને નાણાકીય ગુનાના આરોપો મૂકવામાં આવી શકે છે. અમેરિકી મીડિયા અનુસાર, આ પગલું અમેરિકાની કડક નીતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંદેશ આપવાના પ્રયાસનો એક ભાગ છે.




