
તમને છૂટ તો ભારત સામે વાંધો કેમ..? જર્મની-યુકેની બોલતી બંધ કરી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી ગોયલે જ્યારે યુરોપિયન દેશો પોતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે યુએસ પ્રતિબંધોમાંથી મુક્તિ માંગી રહ્યા છે ત્યારે ભારતને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છેકેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે (૨૪ ઑક્ટોબર) પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા હતા અને પૂછ્યું હતું કે, જ્યારે યુરોપિયન દેશો પોતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે યુએસ પ્રતિબંધોમાંથી મુક્તિ માંગી રહ્યા છે ત્યારે ભારતને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. બર્લિન ગ્લોબલ ડાયલોગ કોન્ફરન્સમાં યુકેના વેપાર મંત્રી ક્રિસ બ્રાયન્ટ સાથેની ચર્ચા દરમિયાન, ગોયલે એવા પ્રશ્નો પૂછ્યા જેનાથી નેતાઓની બોલતી બંધ થઈ ગઈ હતી.
ગોયલે કહ્યું કે, “મેં આજના સમાચારપત્રમાં વાંચ્યું કે જર્મની અમેરિકન પ્રતિબંધોમાંથી તેલ માટે મુક્તિ માંગી રહ્યું છે. બ્રિટનને પહેલાથી જ મુક્તિ મળી ચૂકી છે. તો ભારતને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે?”
બ્રિટિશ મંત્રી બ્રાયન્ટે આ મુદ્દે જવાબ આપ્યો, “ના, ના, તેમના દેશને મળતી અમેરિકન છૂટ ફક્ત રૉસનેફ્ટની એક વિશેષ પેટાકંપની માટે છે. આટલું સાંભળતા જ ગોયલે તુરંત વળતો પ્રહાર કરતાં કહ્યું કે, અમારી પાસે પણ તો રૉસનેફ્ટની એક પેટાકંપની છે… તો ભારત કેમ…!” પછી શું… મંત્રીની બોલતી બંધ થઈ ગઈ.

ગોયલની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે અમેરિકા અને તેના સાથી દેશો ભારત પર રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવા સામે વિરોધ નોંધાવતા દબાણ વધારી રહ્યા છે. ગયા મહિને, ટ્રમ્પ વહીવટીતંત્રે કેટલાક ભારતીય ઉત્પાદનો પર વધારાના ટેરિફ લાદ્યા હતા, જેના કારણે કુલ ટેરિફ લગભગ ૫૦ ટકા થઈ ગયા હતા. નવી દિલ્હીએ આ ટેરિફને “અયોગ્ય, અન્યાયી અને અવ્યવહારુ” ગણાવ્યા છે.
ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલ છે કે, ભારત જેવા દેશો પર દબાણ કરવાથી રશિયા આર્થિક રીતે નબળું પડશે અને તેને યુક્રેન યુદ્ધનો અંત લાવવા દબાણ કરવામાં આવશે. આ દરમિયાન, યુરોપિયન સંઘે (ઈેં) તાજેતરમાં રશિયન સૈન્ય સાથેના કથિત સંબંધો માટે ત્રણ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. વધુમાં, અમેરિકાએ ગયા અઠવાડિયે રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદ્યા હતા.
પીયુષ ગોયલે ભારતની સ્વતંત્ર વેપાર નીતિ પર ભાર મૂકતા કહ્યું કે, અમે ક્યારેય સમયમર્યાદા કે માથા પર બંદૂક તાકીને વેપાર કરાર કરતા નથી. જાે કોઈ ટેરિફ લાદે છે, તો તેમને તેમ કરવા દો. અમે નવા બજારો શોધી રહ્યા છીએ, સ્થાનિક માંગને મજબૂત બનાવી રહ્યા છીએ અને લાંબા ગાળાની સ્થિતિ સ્થાપકતા બનાવી રહ્યા છીએ. ભારતની આર્થિક વ્યૂહરચનાનો હેતુ આગામી ૨૦-૨૫ વર્ષમાં ૩૦ ટ્રિલિયન ડૉલર અર્થતંત્ર બનવાનો છે. અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાટાઘાટો કરીએ છીએ. ભારત માટે જે પણ શ્રેષ્ઠ સોદો હશે તે અમે કરીશું. ભારતની આર્થિક વ્યૂહનીતિનો હેતુ આવતા ૨૦-૨૫ વર્ષોમાં ૩૦ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનો છે. અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાટાઘાટો કરીએ છીએ. ભારત માટે જે સૌથી સારો કરાર હશે અમે તે જ કરીશું.




