ઉત્તર કોરિયાએ મંગળવારે તેના પશ્ચિમ કિનારે સમુદ્રમાં ઘણી અજાણી ક્રુઝ મિસાઇલો છોડી હતી. દક્ષિણ કોરિયાની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે.
તમને જણાવી દઈએ કે એક અઠવાડિયાથી ઓછા સમયમાં પ્યોંગયાંગે ત્રીજી વખત ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા દ્વારા સવારે લગભગ 7 વાગે મિસાઈલો છોડવામાં આવી હતી. આ પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયા અને અમેરિકન ગુપ્તચર અધિકારીઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
કોરિયન દ્વીપકલ્પ પર તણાવ વધી રહ્યો છે
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ પ્રક્ષેપણ કોરિયન દ્વીપકલ્પ પર વધતા તણાવ અને પ્યોંગયાંગ દ્વારા રવિવારે તેના પૂર્વ કિનારે છોડવામાં આવેલી ક્રુઝ મિસાઇલોના અન્ય બોમ્બમારા પછી કરવામાં આવ્યું છે. ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા KCNAએ ગયા અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે દેશે નવી વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.