
દેશના ઈતિહાસની સૌથી મોટી સોનાની ચોરી.કેનેડામાં સૌથી મોટી સોનાની ચોરી, એરપોર્ટથી ૪૦૦દ્ભય્ ગોલ્ડ ઉઠાવી ગયા ચોર.પ્રોજેક્ટ ૨૪દ્ભ‘ હેઠળ ૪૩ વર્ષીય અર્સલાન ચૌધરી નામના શખ્સને ટોરેન્ટો પિયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.કેનેડા પોલીસે સોમવારે દેશના ઈતિહાસની સૌથી મોટી સોનાની ચોરી (ગોલ્ડ ચોરી) મામલે મોટી કાર્યવાહી કરી છે. ‘પ્રોજેક્ટ ૨૪દ્ભ‘ હેઠળ ૪૩ વર્ષીય અર્સલાન ચૌધરી નામના શખ્સને ટોરેન્ટો પિયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.એપ્રિલ ૨૦૨૩માં એરપોર્ટ પરથી ૪૦૦ કિલો શુદ્ધ સોનું (લગભગ ૬૬૦૦ સોનાના બાર) અને ૨.૫ મિલિયન ડોલરની વિદેશી કરન્સીની ચોરી થઈ હતી. આ શિપમેન્ટ સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિખથી આવ્યું હતું અને એરપોર્ટ પરિસરમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું. આ ચોરીને કેનેડાના ઇતિહાસમાં સૌથી મોટી સોનાની ચોરી ગણવામાં આવે છે, જેની કિંમત તે સમયે ૨૦ મિલિયન ડોલરથી વધુ હતી.અત્યાર સુધીમાં કેટલી ધરપકડ થઈ? – બીજા એક આરોપી, બ્રેમ્પ્ટનના રહેવાસી આર્ચિત ગ્રોવરની મે ૨૦૨૪માં ભારતથી આવતી વખતે પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા લોકોમાં ૫૪ વર્ષીય પરમપાલ સિદ્ધુ (એર કેનેડાના પૂર્વ કર્મચારી), ૪૦ વર્ષીય અમિત જલોટા (બંને ઓન્ટારિયોના રહેવાસી), બ્રેમ્પ્ટનના ૩૬ વર્ષીય પ્રસાદ પરમલિંગમ, ટોરોન્ટોના ૩૭ વર્ષીય અલી રઝા, બ્રેમ્પ્ટનના ૪૩ વર્ષીય અમ્માદ ચૌધરી અને ૨૭ વર્ષીય દુરાંતે કિંગ-મેકલીનનો સમાવેશ થાય છે. કિંગ-મેકલીન હાલ અમેરિકામાં હથિયારોની તસ્કરી સંબંધિત આરોપોમાં હિરાસતમાં છે.
પોલીસે શું કહ્યું? – પોલીસ ચીફ નિશાન દુરૈયાપ્પાએ કહ્યું, “આ તપાસ દર્શાવે છે કે અમારી ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અપરાધીઓને પકડવામાં સક્ષમ છે. તમે ક્યાંય પણ ભાગો કે છુપાઓ, અમે તમને શોધી કાઢીશું




